Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ગુજરાત હાઇકોર્ટમાં સાત નવા જજોની નિયુક્તિની ભલામણોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દ્વારા મંજૂરી

મૌનાબેન મનીષ ભટ્ટ, સમીર જયોતિન્દ્રપ્રસાદ દવે, હેમંત મહેશચંદ્ર પ્રચ્ચક, સંદીપ નટવરલાલ. ભટ્ટ, અનિરૃદ્ધ પ્રદ્યુમ્નભાઈ માયી, નિરલ રશ્મીકાંતભાઇ મહેતા અને નિશાબેન મહેન્દ્રભાઇ ઠાકોરનો સમાવેશ

અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટમાં સાત નવા જજોની નિયુક્તિની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણોને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં બે મહિલા ન્યાયમૂર્તિ સહિત કુલ સાત એડવોકેટ નવનિયુક્ત ન્યાયમૂર્તિઓ તરીકે શપથ લેશે.

ગઇ તા.29મી સપ્ટેમ્બરના રોજ મળેલી સુપ્રીમ કોર્ટ કોલેજીયમની બેઠકમાં ગુજરાત હાઇકોર્ટમાં સાત વકિલોને ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં મૌનાબેન મનીષ ભટ્ટ, સમીર જયોતિન્દ્રપ્રસાદ દવે, હેમંત મહેશચંદ્ર પ્રચ્ચક, સંદીપ નટવરલાલ. ભટ્ટ, અનિરૃદ્ધ પ્રદ્યુમ્નભાઈ માયી, નિરલ રશ્મીકાંતભાઇ મહેતા અને નિશાબેન મહેન્દ્રભાઇ ઠાકોરનો સમાવેશ થતો હતો.

આ નામોને કેન્દ્ર સરકારના ક્લીઅરન્સ બાદ રાષ્ટ્રપતિની મંજૂરીની અંતિમ મહોર મળી છે. હાઇકોર્ટમાં હાલ 24 જજ ફરજનિયુક્ત છે અને નવા સાત જજોની મંજૂરી બાદ કુલ જજોની સંખ્યા વધીને હવે 31 થઇ છે.

(12:09 am IST)