Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજપીપળા સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી દિલીપ તરૈયાને ACB, નર્મદાએ 2,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા મામલતદાર કચેરીના ભોઈ તળિયે આવેલી નાંદોદ સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી ને બે હજાર રૂપિયાની લાંચ લેતાં નર્મદા એસીબી ટીમે રંગે હાથ પકડી પાડતા મામલતદાર કચેરીમાં ચકચાર મચી જવા પામી હતી.

નર્મદા એસીબીને આધારભૂત માહિતી મળેલ કે સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ ખાતે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસે રૂ.૫૦૦ થી રૂ. ૨૦૦૦ ની લાંચની માંગણી કરતા હોવાનું અને આ લાંચની રકમ નહીં આપે તો અરજદારોને ધક્કા ખવડાવી સમયસર દસ્તાવેજ નોંધણી નહીં કરતા હોવાની માહિતીના આધારે અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનારનો સંપર્ક કરી સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ, રાજપીપલા ખાતે લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા આક્ષેપિત દિલીપકુમાર લાભશંકર તેરૈયા, સબ રજીસ્ટ્રાર,વર્ગ-૩ નાઓ સહકાર આપનાર સાથે વાતચીત કરી ૪ દસ્તાવેજ કરી આપવાના અવેજ પેટે લાંચની રકમ રૂ. ૨૦૦૦ ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ પકડાઇ જતા બી. ડી. રાઠવા,પોલીસ ઇન્સ્પેક્ટર નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશનનાઓ એ તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરત નર્મદા એસીબી એ આ છટકામાં સફળતા મેળવી છે.

(10:00 pm IST)