Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

યાત્રાધામ ડાકોરમાં નીકળેલ શ્રીજીની શાહી સવારીમાં હજારો ભક્તો જોડાયાં

નડિયાદ : યાત્રાધામ ડાકોરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે શ્રીજીને સમડીના વૃક્ષ નીચે વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે રક્ષા છોડવામાં આવી હતી. શ્રીજીની ઉત્થાપન આરતી બાદ શસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. ચૂસ્તપોલીસ બંદોબસ્ત સાથે આજે  ડાકોરમાં પાલખી યાત્રા નિકળી હતી. મોટી સંખ્યામાં ભાવિકભક્તો દર્શાનાર્થે પહોચ્યા હતા. આ સમગ ઉજવણીમાં ભક્તો માટે વેક્સિન ફરજિયાત કરવામાં આવ્યુ હતુ.

યાત્રાધામ ડાકોરમાં આજે ધામધૂમથી દશેરા પર્વની ઉજવણી કરાઇ હતી. આવર્ષે શ્રીજીની સવારી પાલખીમાં નિકળી હતી.દશેરા પર્વને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કર્યો હતો.નિજમંદિરમાં સવારમાં  ૬.૧૫ વાગ્ય મંગળા આરતી અને ૯.૩૦ સુધી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહ્યા હતા.૯.૩૦ થી ૧૦.૦૦ સુધી શ્રીજી મહારાજ બાલભોગ, શણગારભોગ, ગ્વાલભોગ આરોગવા બીરાજયા હતા. આ સમય દરમ્યાન દર્શન બંધ રાખવામાં આવ્યા હતા.સવારના ૧૦.૧૫ શણગારભોગ પછી ભગવાન ઠાકોરજીને રામજી સ્વરૂપ ધારણ કરાવી સોનાના શસ્ત્રો ગોમતીજીના સુધ્ધ જળથી ધોવામાં આવ્યા હતા. શ્રીજીની ઉત્થાપન આરતી બાદ તે શસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. પરંપરા મૂજબ આ વર્ષે  સાંજના ૪.૪૫ વાગ્યાની અરસામાં શ્રીજીને હાથીના બદલે સોનાની પાલખીમાં બિરાજમાન કરાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ભજન મંડળીઓ અને દર્શાનાર્થીઓ સાથે ડંકા નિશાન ધોડે સવાર સાથે નિજમંદિર થી નીકળી મોતી બાગ મૂનીમહારાજની વાડીએ લઇ જવામાં આવ્યા હતા ત્યા ભગવાનને સમડીના વૃક્ષ નીચે વિધિવિધાન થી મંત્રોચ્ચાર સાથે રાખડી છોડી હતી. આજે શુક્રવાર હોવાના કારણે ભગવાનનેી યાત્રા લક્ષ્મીજી મંદિરે લઇ જવામાં આવી હતી. ત્યા લક્ષ્મીજી સાથે બેઠક કરાવી આરતી ઉત્તારવામાં આવી હતી. આ બાદ શોભાયાત્રા પરત નિજમંદિર આવી હતી.ત્યા ગોપાલલાલજીની ઇન્ડિપિંડી થી નજર ઉતારવામાં આવી હતી. આ બાદ શ્રીજીને સખડી ભોગ ધરાવીને પોઢાડી  દેવામાં આવ્યા હતા. આમ આજે ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તોએ વીજયાદશ્મીનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો.

(5:40 pm IST)