Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મોડાસાના માલપુર રોડ નજીક ધંધાની હરીફાઈમાં યુવકને ઢોરમાર મારનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મોડાસા: મોડાસા નગરના માલપુર રોડ પરના પાર્થ ડુપ્લેક્ષમાં રહેતા અને જે જગ્યાએ રોયલ્ટી પાસ થયેલા હોય તે જગ્યાએથી ડમ્પરમાં માટી લાવી માટીનું પુરણ કામ કરવા એક  કોન્ટ્રાકટરને આજ ધંધા સાથે જોડાયેલા કેટલાક શખ્સોએ ધંધાની હરીફાઈમાં ઢોર માર માર્યો હતો.ગળદાપાટુ,તમાચા અને લાકડીઓ વડે પાંચ જણા તૂટી પડતાં ગંભીર રીતે ઘવાયેલ આ કોન્ટ્રાકટરને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા હતા.જયારે હુમલો કરનાર પાંચેય આરોપીઓ સામે ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસામાં કન્સ્ટ્રકશન સાઈડે માટી પુરણની કામગીરી સાથે જોડાયેલ હિમાંશુકુમાર જગદીશભાઈ ત્રિવેદી ગત બુધવારને આઠમના રોજ ઘરે બેઠા હતા.ત્યારે બપોરે તેઓના મોબાઈલ ફોન ઉપર રસુલપુર ગામના બળદેવભાઈ રબારીનો છ વાર ફોન આવ્યો હતો.અને ફોન રીસીવ કરી વાત કરતાં આ ફોન કરનાર ઈસમે હિમાંશુ ત્રિવેદીને જણાવેલ કે તું ગણેશપુર(હજીરા)ત્રણ રસ્તા આવી જા તારૃ કામ છે. પોતાના જેવા માટી પુરણના કામ સાથે જોડાયેલ કોન્ટ્રાકટરો  બોલાવતા હોઈ હિમાંશુભાઈ હજીરા પહોંચ્યા હતા.ગણેશપુર(હજીરા)ના ત્રણ રસ્તે આવેલા એક પાન પાર્લરની બાજુમાં આવેલા ખાંચામાં ઉભી રાખેલ નંબર વગરની કાર પાસે ઉભેલા પાંચ જણા પાસે આ કોન્ટ્રાકટર પહોંચતાં આ શખ્સોએ જણાવ્યું હતું કે તારે મોડાસા શહેરમાં કે આજુબાજુમાં માટી પુરણનું કામ કરવું નહી. અને જો તારે માટી પુરણનું કામ કરવું હોય  તો અમોને દર મહિને ૫૦ હજાર રૃપીયા ચુકવવા પડશે.અને જો તારે ગણેશપુર(હજીરા)થી હિંમતનગર રોડ ઉપર જે કોઈ કન્સ્ટ્રકશન કામ ચાલતું હોય તે રોડ ઉપર કામ કરવું હોય તો રૃ.૧ લાખ અમોને આપવા પડશે.તું છેલ્લા એક વર્ષથી  આ કામ કરે છે તો તે પેટે રૃ.૫૦ હજાર હાલ જ આપી દે એમ જણાવાયું હતું.

(5:39 pm IST)