Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજયના ૯૧પ૬ વકીલોને એકસ્ટેન્શન આપવા જીજ્ઞેશ જોષીની ચેરમેનને રજુઆત

રાજકોટ તા. ૧૬: રાજયના ૯૧પ૬ વકીલોને એકસ્ટેન્શન આપવા કોંગ્રેસ સેલના ડો. જીજ્ઞેશ જોષીની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને લેખિત રજુઆત કરેલ છે.

રાજકોટ બાર એશોસીએશનના સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ એન્ડ હયુમનરાઇટસ ડીપાર્ટમેન્ટના પ્રદેશ કન્વીનર ડો. જીજ્ઞેશ જોષી દ્વારા રાજયના ૯૧પ૬ વકીલોને એકસ્ટેન્શન આપવા ડો. જીજ્ઞેશ જોષીની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને લેખીત રજુઆત કરવામાં આવેલ કે ૯૧પ૬ રાજયના નવી સનદ (પ્રોવીઝન સનદ) ધરાવતા વકીલશ્રીઓ કોર્ટમા નિયમાનુસાર પ્રેકટીસ કરી શકશે નહીં તેવા મતલબનો નિર્ણય કરવામાં આવેલ છે.

રાજયના છેલ્લા બે વર્ષમાં કોરોનાની મહામારી ચાલી રહી હોય દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કોર્ટ કેસો દાખલ કરવા માટે લીમીટેશન વધારાની જાહેરાત કરવામાં આવેલી છે અને તેની અમલવારી પણ કરવામાં આવેલી છે.

છેલ્લા બે વર્ષના બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા દર ૬ માસે લેવામાં આવતી એ.આઇ.બી.ઇ.ની એકઝામ પણ નિયમિત પણે લેવામાં આવેલી નથી.

ઉપરોકત બન્ને સંજોગોને ધ્યાને લઇને નવા વકીલો પ્રત્યે માનવીય હકારાત્મક અભિગમ અપનાવવો અનિવાર્ય છે.

ડો. જીજ્ઞેશ એમ. જોશી દ્વારા એવી સ્પષ્ટ માંગણી કરેલ કે છેલ્લા વર્ષ ર૦૧૯ અને ર૦ર૦ની પોવીઝનલ સનદ ધરાવતા વકીલશ્રીઓ કે જેઓ ઓલ ઇન્ડીયા બાર કાઉન્સીલની એકઝામ પાસ કરેલ ન હોય તેવા જુનીયર વકીલોના વિશાળ હીતને ધ્યાને લઇને તેમને પણ એકસ્ટેશન આપવામાં આવે અને તે અંગે યોગ્ય તાત્કાલીક નિર્ણય કરી વકીલોના હીતમાં જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. (૭.૩૩)

જીજ્ઞેશ જોષી

એડવોકેટ

(2:59 pm IST)