Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ગાંધીનગરમાં નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રિય ગ્રામીણ વિકાસ અને પંચાયતી સંસ્થાન ભવનનું નિર્માણ થશેઃ પ્રદેશ પંચાયત પરિષદ મંત્રી ગાજીપરા

પંચાયતી રાજ તાલિમ કેન્દ્ર ભવનના નિર્માણથી દેશના સર્વાંગિ વિકાસ માટે ત્રીસ્તરીય પંચાયત રાજને વધુ સુદઢ બનાવવા પંચાયત અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે ગુજરાતનું દેશને અસરકાર દિશા દર્શન કરવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર થશેઃ પંચાયતી રાજ તાલિમ કેન્દ્રનું નિર્માણ થયે ગ્રામ્ય-તાલુકાઓ અને જિલ્લા પંચાયતોના સદસ્યશ્રીઓ તાલિમ બધ્ધ બનશે

  (કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદઃ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના માનદ્ મંત્રીશ્રી ભરતભાઈ ગાજીપરાએ અખબારી નિવેદન દ્વાારા જણાવેલછે કે તાજેતરમાં ગુજરાત પદેશ પંચાયત પરિષદની કારોબારી સમિતિની બેઠક મળેલ, રાજયની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ આ કારોબારી સમિતિના સદસ્યશ્રી હોય આ બેઠકમાં ઉપસ્થિત રહેલ. આ બેઠકમાં ગુજરાતપ્રદેશ પંચાયત પરિષદની માલિકીની ગાંધીનગર જુના સચિવાલય સામે આવેલ અંદાજીત ૧૩,૦૦૦(તેર હજાર) ચો.મી. જમીનમાં જેના ભવન ૫૦ વર્ષ જુના અને જર્જરીત થઇ ગયેલ છે તેની જગ્યાએર્ં નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ સંસ્યાન (તાલીમ કેન્દ્ર) નામથી નવું આધુનિક સુવિધાપૂર્ણ ભવન નિમણિ કરવાનું ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદે સવનુમતે નકકી કરેલ છે.

 પંચાયતીરાજ વ્યવસ્થાને વધુ સુદઢ અને મજબુત બનાવવા વડાપ્રધાન મોદીજીએ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને વિભાગના વહીવટના જાણકાર બાહોશ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના વિવિધ પગલાઓની જાણકારી આપી માહિતગાર કરાવેલ અને રાજય / કેન્દ્ર સરકારના નેતૃત્વનો આભાર માનેલ.

 ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પંચાયતના પદાધિકારીઓના તાલીમ અને પંચાયતના વહીવટ અંગે સૌના આશ્ચર્ય વચ્ચે આશરે સાત કલાકની મેરેથોન મીટીંગ કરેલ અને દેશના સવાંગી વિકાસ માટે ત્રીસ્તરીય પંચાયતીરાજને વધુ સુદૃઢ અને મજબુત બનાવવા અને તેની અસરકારકતા પર ભાર મૂકેલ પંચાયત અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે ગુજરાતે દેશને અસરકારક દિશા દર્શન કરવું જોઇએ તેવી માન. મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની લાગણીને મંતિમતં કરવા ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદે સાનુકુળ પ્રતિભાવ આપી કારોબારી સમિતિએ સવનિમતે ઠરાવ કરેલ છે.

 દેશમાં પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર મુખ્યત્વે એન. આઇ. આર.ડી-હેદરાબાદ અને યશદા-પુના ખાતે આવેલ છે. જેમાં ૭૦ટકા સરકારી અધિકારી તેમજ ૩૦ટકા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓને તાલીમ અપાય છે. જયારે ગુજરાતના આ તાલીમ કેન્દ્રમાં ૧૦૦ટકા ગ્રામ/તાલુકા અને જિલ્લા પંચાયતોના જ સદસ્યશ્રીઓને તાલીમબધ્ધ કરાશે અને ગ્રામીણ ગુજરાત વધુ સુદઢ બનાવાશે. પંચાયત પરિષદની ટીમમાં જિલ્લા પંચાયતના તમામ પ્રમુખશ્રીઓ ઉપરાંત પૂર્વ સીનીયર મંત્રીશ્રીઓ ભુપેન્દ્રસિંહજી ચુડાસમા ,આર.સી.ફળદુ, જિલ્લા પંચાયત-જુનાગઢના પૂર્વ પ્રમુખ ભરત ગાજીપરા ટ્રસ્ટી અને મંત્રી તરીકે સેવા આપે છે.શ્રી ગાજીપરા રાજય અને રાષ્ટ્રીય સ્તરના પંચાયતીરાજ માળખાનો વહીવટી અને કાનૂની ત્રણ દશકાનો અનુભવ છે તે આ સંસ્થાને કામ લાગશે .

 આ પ્રોજકેટની પ્રાથમિક માહિતિ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમીતભાઇ શાહને મોકલી આપેલ છે. આ પ્રોજેકટ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમીતભાઇ શાહના મતવિસ્તારમાં આકાર લેવાનો છે.

 આ પ્રોજકેટના ઝડપી અમલ માટે પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજાને સાથે લઇ પરિષદના પ્રમુખ શ્રીમતિ નયનાબેન પટેલ, ઉપપ્રમુખશ્રી ભુપતભાઇ બોદર, મંત્રી ભરત ગાજીપરા, પર્યુષાબેન વસાવા તેમજ વિવિધ જિલ્લા પંચાયતના પ્રમુખોને સાથે રાખી વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રૂરૂ મળી માહિતિગાર કરવા પંચાયતપરિષદના આ નિર્ણયને ભારે આવકાર મળી રહેલ છે તેમ ભરત ગાજીપરા માનદ્ મંત્રી ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની એક અખબારી યાદીમાં જણાવે છે.   

(12:57 pm IST)