Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ફરી આફતના એંધાણ !!: સુરતમાં 7 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

ખાનગી ક્લાસીસ 14 દિવસ માટે કરાવાયું બંધ: અન્ય 124 વિદ્યાર્થીઓનું કરાશે ટેસ્ટિંગ

સુરતના ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં કોરોનાના નિયમોનું નેવે મુકીને ક્લાસીસ ચાલી રહ્યા છે, સુરતમાં છેલ્લા 5 દિવસમાં 7 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈ આ વિસ્તારમાં આવેલી જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસને તંત્ર દ્વારા હાલ 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. તંત્રએ 124 વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે.

(12:11 pm IST)