Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કામના હિસાબથી મળશે વેતનઃ અધિસુચના જાહેર

ઇંટો બનાવનાર સહીત અન્ય શ્રમિકો માટે લઘુતમ વેતનનો નવો દર લાગુઃ જીવન નિર્વાહ ભથ્થુ મળશે

આણંદ તા.૧૬ : રાજયમાં શ્રમ અને રોજગાર વિભાગે ઇંટ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલ શ્રમિકોને દૈનિક વેતનમાં સુધારો કરી લઘુતમ વેતન દરમાં બદલાવ કરવાની અધિસુચના જાહેર કરી છે. જે હેઠળ વતન સીવાય જીવન નિર્વાહ ભથ્થુ ચુકાવવાનું પ્રાધાન કરાયેલ છે. જેથી આણંદ જીલ્લામાં રોજગારમાં વેતનમાં પણ અંતર જોવા મળશે.

શ્રમ અને રોજગાર વિભાગના સચિવ ગગુભા રાજ મુજબ ઇંટ બનાવનાર શ્રમિકોના દૈનિક લઘુતમ વેતનમાં સુધાર કરી ર૯૩ રૂપિયા કરાયા છે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટ-અમદાવાદ તરફથી કરાયેલ સંશોધનના નિર્ષ્કષના આધારે ફકત કામના કલાકોના આધારે નહી પણ કામના હિસાબથી મજુરી ચુકવવાનો નિર્ણય કરાયો છે.

માટી ખોદી ઇંંટ બનાવવા અનેતેને ભઠ્ઠીમાં પકાવનારાઓ માટે પ્રતિ ૪૯૦ ઇંટ ર૯૩ રૂપિયા ભરતીવાળાઓને પ્રતિ ૧૧૦૦ ઇંટ ર૭૬ રૂપિયા તથા ઇંટો ગોઠવનારને પ્રતિ ૧૦૦૦ ઇંટ ર૭૬ રૂપિયા અપાશે ઇંટોના પરિવહન કરનારને પણ ર૭૬ રૂપિયા પ્રતિ ૧૦૦૦ ઇંટે અપાશે આ સીવાય મિસ્ત્રી મુકાદમ ડ્રાઇવર, ચોકીદાર વગેરેને દૈનિક ર૯૩ રૂપિયા વેતન ચુકવાશે

(11:57 am IST)