Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પોલીસ ખાતામાં ભરતી સંદર્ભે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું મહત્વનું પગલુ સમાજના યુવકોને જાગૃત કરશે : માર્ગદર્શન આપશે

જિલ્લા વાઇઝ ટીમ બનાવી : સમાજના યુવાનોને ફોર્મ ભરવા પ્રેરિત કરશે

રાજકોટ તા. ૧૬ : પોલીસ ખાતામાં સરકાર દ્વારા અંદાજિત ૨૮૦૦૦ જગ્યાઓમાં ભરતી થવાની છે. આ અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે એક અભિયાન ચલાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેનશ્રી, આર.પી. પટેલના અધ્યક્ષ સ્થાને તા. ૧૦-૧૦-૨૦૨૧ ના રવિવારે મિટીંગ થયેલ. જે મિટીંગમાં દરેક જીલ્લા વાઈઝ કામગીરી માટેની ટીમ બનાવેલ છે. દરેક જીલ્લાની ટીમ અત્રેની કોર કમિટીના કો. ઓર્ડીનેટરશ્રી એમ. એન. પટેલ (નિવૃત્ત, ડી.વાય.એસ.પી.) મો. નં. ૮૨૩૮૮૨૧૪૪૭ના સંકલનમાં રહેવા વિનંતી છે.

ઉક્ત ટીમમાં સ્થાનિક અધિકારીશ્રીઓ તથા આગેવાનોને સમાવવામાં આવ્યા છે. તમામ આગેવાનોએ અધિકારી ગણના માર્ગદર્શનમાં રહીને કામગીરી કરશે. આવનારી પોલિસ સબ ઈન્સ્પેક્ટર, આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તથા કોન્ટેબલની ભરતીમાં સમાજના વધુને વધુ યુવાનો ફોર્મ ભરે તેમજ શારિરીક તથા લેખીત પરિક્ષાની તૈયારી કરવા માટેનું માર્ગદર્શન પુરું પાડવાના ઉદ્દેશથી આ ટીમ બનાવવામાં આવેલ છે.

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે ફોર્મ ભરવાની આખર તા. ૨૦-૧૦-૨૦૨૧ છે. જ્યારે કોન્ટબલની ભરતીની જાહેરાત આગામી અઠવાડીયામાં કરવામાં આવશે. જેની જાણકારી આ ગ્રૃપમાં કરવામાં આવશે. પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતીનાં ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ છે. જેની લિંક https://ojas.gujarat.gov.in છે.

(11:02 am IST)