Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અંબાજી મંદિરમાં સવારે 7.30 કલાકે મંગળા આરતી :ત્યાર બાદ ઘટ્ સ્થાપન વિધિ કરાશે

યાત્રિકો ને મંદિર માં પ્રવેશ અપાશે નહિ અને આરતી પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ દર્શન નો લાભ લઇ શકશે

અંબાજી : આવતીકાલે 17 ઓક્ટોબર થી શારદીય નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે જોકે નવરાત્રી માટે ખેલૈયાઓ આતુરતા થી રાહ જોતા હોય છે પણ આ વખતે કોરોના એ ખેલૈયાઓ ની મજા બગાડી છે

કોવિડ- 19 ના કારણે ચાલુ વર્ષે કોઈ પણ જાત ના ગરબા નું આયોજન કરાશે નહિ ને કેટલાક મંદિરો પણ કોરોના નું સંક્રમણ ન ફેલાય તે માટે નવરાત્રી દરમિયાન બંધ રહેવાના છે ત્યારે ગુજરાત નું પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી માં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી મંદિર માં નવરાત્રી દરમિયાન કોરોના નું સંક્રમણ ન વધે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતી કાલે અંબાજી મંદિર માં સવારે 7.30 કલાકે મંગળાઆરતી કરાશે અને ત્યાર બાદ માતાજી નું ઘટ્ સ્થાપન વિધિ કરાશે જોકે નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર માં ત્રણ આરતી કરવમાં આવશે જેમાં સવારે મંગળા આરતી બીજી ઘટ્ સ્થાપન ની આરતી અને ત્રીજી સાયંકાલ આરતી 6.30.કલાકે કરવા માં આવશે જોકે આરતી દરમિયાન યાત્રિકો ને મંદિર માં પ્રવેશ અપાશે નહિ અને આરતી પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ દર્શન નો લાભ લઇ શકશે તેમ ભટ્ટજી મહારાજ દેવાંગ ભાઈ ઠાકરે જણાવ્યુ હતુ

અંબાજી મંદિર માં ચાલુ વર્ષે ખેલૈયાઓ ગરબા નો લાભ નહીં લઈ શકે પણ શ્રધ્ધાળુઓ માતાજી ના દર્શન નો.લ્હાવો ચોક્કસ લઈ શકશે જ્યાં પ્રસાદ પણ સરકાર ની ગાઈડ લાઇન પ્રમાણે બોક્સ પેકેટ મા જ આપવામાં આવશે તેમ વહીવટદાર, ડેપ્યુટી કલેક્ટર મંદિર ટ્રસ્ટના એસ જે ચાવડા એ જણાવ્યુ હતુ. જોકે નવરાત્રી દરમિયાન ગરબા કોરોના ના ની મહામારી ના સંક્રમણ ને લઈ સરકારે બંધ રાખ્યા છે પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રખાતા શ્રદ્ધાળુઓ માં ખુશી ની લાગણી જોવા મળી રહી છે

(6:46 pm IST)