Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

નવરાત્રી પર્વમાં ગાયત્રી અનુષ્ઠાનનું અનેરૂ માહાત્મ્ય

ઓમ ભુભૂર્વ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ, ધિયો યો ન : પ્રચોદયાત્

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૧૬ :  પવિત્ર નવરાત્રી પર્વ નો પ્રારંભ થવા જઈ  રહ્યો છે..જપ, તપ, વ્રત, ઉપવાસ, સાધના અને માં ની આરાધના નું પર્વ.. એટલે જ નવરાત્રી

આ પર્વ દરમ્યાન લાખો ભાવિકો ઉપવાસ કે એકટાણા  કરી ભારે શ્રદ્ઘા થી પૂજા પાઠ સાથે માં ને રીઝવે છે આમ ગાયત્રી અનુષ્ઠાન નું પણ અનેરું મહત્વ છે

ઓમ ભુભૂર્વ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો  દેવસ્ય ધીમહિ, ધિયો યો ન : પ્રચોદયાત્

આ શ્લોક ને ગુજરાતી માં સમજીએે તો  પ્રાણસ્વરૂપ, દુઃખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંતકરણમાં ધારણ કરો. તે પરમાત્મા આપણી બુદ્ઘિને સન્માર્ગમાં પ્રેરિત કરે.

આમ તો ગાયત્રી કોઈ સ્વતંત્ર દેવતા નથી એ તો પરબ્રહ્મ પરમાત્મા નો ક્રિયા ભાગ છે. બ્રહ્મ નિર્વિહાર  છે અચિંત્ય છે , બુદ્ઘિ થી પર છેમ  ક્રિયાશીલ ચેતના શકિતરૂપ હોવાથી ઉપાસનીય છે બ્રહ્મ અને ગાયત્રી માં ફકત શબ્દો નું જ અંતર છે બંને એક જ છે કાર પરબ્રહ્મ સ્વરૂપ છે,ગાયત્રી અવિનાશી બ્રહ્મ છે ગાયત્રી બ્રહ્મા-વિષ્ણુ-મહેશ નું સ્વરૂપ છે ૨૪ અક્ષરીય ગાયત્રી મંત્ર સધ્બુધ્ધિદાયક મંત્ર છે  સત તત્વની વૃદ્ઘિ કરવી એ એનું મુખ્ય કામ છે

અગ્નિ ની ગરમીમાંથી દુનિયાના બધા પદાર્થો બળી જાય છે પ્રારબ્ધ કર્મ સમયના પરિપાક થી પ્રારબ્ધ થઈ ચૂકયું છે તેવા કષ્ટસાધ્ય ભોગો પણ તપસ્યાનાં અગ્નિથી ઔગળીને નરમ થઈ જાય છેમ  જે પાપો હાજી પ્રારબ્ધ નાથીબન્યાં,અજ્ઞાન માં થયા છે તે નાના મોટા શુભકર્મો તાપના અગ્નિમાં બળીને આપોઆપ ભસ્મ થઈ જાય છે. પોતાને તપસ્યા ના પથ્થર ઉપર દ્યસવા થી આત્મશકિત ઉદ્બભવ થાય છે. અનેક જાતની તપસ્યાઓ માં ગાયત્રી તપસ્યા નું સ્થાન ઊંચું છે.

 આમ તો ગાયત્રી નિત્ય ઉપાસના કરવા યોગ્ય છે. શાસ્ત્રોના ત્રિકાળ સંધ્યા-પ્રાપ્તૅંમધ્યાન અને સાયં -ત્રણવાર ઉપાસના કરવાનો નિત્યક્રમ શાસ્ત્રોએ આવશ્યક કહ્યો છે. જેટલા વધારે પ્રમાણમાં ગાયત્રી જપ,પૂજન,અર્ચન,ચિંતન, મનન કરી શકાય તેટલું સારું છે જયારે કોઈક વિશેષ પ્રયોજનને માટે જયારે વિશેષ વ્યકિતનો સંચય કરવો પડે છે,ત્યારે તેને માટે જે વિશેષ ક્રિયા કરવા માં આવે છે એને અનુષ્ઠાન કહે છે

જયારે સાંસારિક પ્રયત્નો અસફળ થઈ રહ્યા હોઈ ત્યારે ,આપત્ત્િ। નિવારણનો માર્ગ સૂઝતો ન હોઈ ,ભવિષ્ય નિરાશાજનક દેખાતું હોય આવા સમયે હરિ કો હરિનામ બળ  થઇ  પડે છે, જયારે દૈવી મદદ મળતા બધી સ્થિતી બદલાઇ જાય છે. તેના પ્રકાશથી પાર થવાનો માર્ગ મળી જાય છે  અનુષ્ઠાનનો વિસ્ફોટ હૃદયાકાશમાં આવા જ પ્રકાશના રૂપમાં થાય છે અને આંતરિક ઉદ્વેગમાં અસાધારણ સહાય મળે છે.

અનુષ્ઠાનની અવધિ,મર્યાદા,તાપમાત્રા  સવા લાખ છે એટલા પ્રમાણમાં જયારે તે પાક બને છે ત્યારે સ્વસ્થ  પરિણામ ઉત્પન્ન થાય છે પાકી થયેલી સાધના જ મધુર ફળ આપે છે.ગાયત્રીની યોગ-સાધનાઓ,પૂજન સ્તોત્રપાઠ આદિની સાધનાઓથી પાપ  દ્યટે છે અને પુણ્ય વધે છે.  ગાયત્રી ચાલીશા કરવાથી પણ ગાયત્રી ભકિત અને તપોબળ વધે છે આમ નવરાત્રી ના પાવન પર્વ માં ગાયત્રી અનુષ્ઠાન  અદકેરું મહત્વ ધરાવે છે.

(3:09 pm IST)