Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અમદાવાદમાં ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં કોરોનાના વધુ 16 પોઝીટીવ કેસો મળ્યા

સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાં આવેલા 9 કોરોના પોઝિટિવ કેસો મળ્યા

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે સતત 10મા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 1594 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 16 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમા સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાં આવેલા 9 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની  કામગીરી હાથ ધરવામાં આવી છે. ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતિત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી.

 

(11:42 pm IST)
  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • દેશમાં ૪,૯૮૨ આઈપીએસ અધિકારીઓ : ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દેશમાં આઈપીએસ (પોલીસ ઓફીસરો)ની સંખ્યા ૪,૯૮૨ હતી તેમ મોદી સરકારે સંસદમાં જણાવ્યુ access_time 11:17 am IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST