Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મહેસાણા એલસીબીએ બાતમીના આધારે કડી તાલુકાના ઇરાણા નજીક દારૂનું કટિંગ કરવા ફરતા ટ્રક ચાલકને અન્ય ત્રણ શખ્સો સાથે ઝડપ્યા

મહેસાણા: એલસીબી પીએસઆઈ વાય. કે. ઝાલાએસએસઆઈ ગુલાબસિંહએસસી પિયુષ બારોટપીસી ઉસ્માનખાન સહિતની ટીમ કડી પંથકમાં આજે પેટ્રોલીંગમા ંહતા તે દરમિયાન એક ટ્રક અને કાર પરપ્રાંતિય દારૃનું કટીંગ કરવા જગ્યા શોધે છે તે બાતમી આધારે કડીના ઈરાણા પાટીયા પાસે વોચ ગોઠવતા એક કાર અને ટ્રક ઝડપાઈ હતી. જેમાં ટ્રકની તલાશી લેતા તેમાંથી પરપ્રાંતિય દારૃની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૯૨૬૪ બોટલની ૭૭૨ પેટી મળી આવી હતી. જે આધારે ટ્રક ચાલક ચુનારામ જાટરહે. રાજસ્થાન તેમજ કારમાં સવાર રાજસ્થાનના સુનિલ બિશ્નોઈ તથા પ્રભુરામ ચૌધરી મુળ રહે. રાજસ્થાનહાલ રહે. કડીના કરણનગરવાળાની પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા એલસીબીની ટીમે ત્રણેયને ઝબ્બે કરી નંદાસણ પોલીસ મથકે લઈ જઈ દારૃના મુદ્દામાલની ગણતરી સહિત આરોપીઓ સામે ગુનો નોંધી ત્રણેયને કોરોના રિપોર્ટ કરાવવા કબજામાં લીધા હતા.

આ મામલે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આરોપીઓએ જ દારૃનું કટીંગ કરવા માટે જગ્યા શોધવા પ્રથમ ફર્યા હતા અને તે માટે પ્રથમ નંદાસણના રાજપુર નજીક હોટલ પર પાર્કીંગમાં રોકાણ પણ કર્યું હતું. જે બાદ ઈરાણા પાટીયા નજક તેઓ દારૃનું કટીંગ કરવાના હતા તે સમયે એલસીબીની ટીમોએ તેમને રોકીને પુછપરછ કરી ઝડપી પાડયા હતા.

 

(5:08 pm IST)