Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મોડાસામાં દૂધ કેન્દ્ર પર બેઠેલા વેપારીના હાથમાંથી મોબાઈલ તફડાવી અજાણ્યો શખ્સ રફુચક્કર

મોડાસા:નગરમાં તફડંચીથી માંડી ચોરી ઘરફોડ ના ગુનાઓ વધતા જાય છે.કોરોનાના કહેર વચ્ચે પણ ગુનાખોરી ઓછી થતી નથી.નગરના એક દુધ કેન્દ્ર  ઉપર બેઠેલા વેપારીના હાથમાંથી મોંઘોદાટ મોબાઈલ અજાણ્યો શખ્શ તફડાવી ગયો હતો. જયારે નગરની રત્નમ રેસીડેન્સી પાછળની ખુલ્લી જગામાં સરકારી દવા ભરેલ થેલો કોઈ અજાણ્યા શખ્શો ફેકી જતાં રહસ્ય સર્જાયું હતું. સોમવારની સાંજે નગરના માર્ગો ઉપર ટાઉન પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજાઈ હતી.

મોડાસાની જીઈબી કચેરી નજીકના વિસ્તારમાં આવેલ એક દુધ વેચાણ સેન્ટર ઉપર વેપારી વસંતભાઈ ભાવસાર ગ્રાહકોને દૂધનું વિતરણ કરી રહયા હતા. ગ્રાહક ન હોઈ આ શખ્શ પોતાના મોબાઈલ ઉપર વાતચીત કરી રહયા હતા.ત્યારે બાઈક લઈ આવી ચડેલ બે શખ્શો પૈકીના એક શખ્શે વસંતભાઈ ના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો.અને જોત જોતામાં આ શખ્શો ભાગી છુટયા હતા.વસંતભાઈ ભાવસારે પોતાના મોંઘાદાટ રૂ.૧૭ હજારની કિંમતના મોબાઈલની ચીલઝડપ ની ફરીયાદ ટાઉન પોલીસ સ્ટેશને કરી હતી.ટાઉન પોલીસે જાણવા જોગ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.મોડાસા નગરમાં આવેલ રત્નમ રેસીડેન્સી પાછળની ખુલ્લી જગામાં ગત સોમવારે બાઈક ઉપર આવેલ બે યુવક એક થેલો ફેંકી નાસી ગયા હતા.આસપાસના લોકોએ તપાસ કરતા આ થેલામાંથી સરકારી દવા ભરેલી મળી આવી હતી.આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરાઈ હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

(5:06 pm IST)