Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સુરતના મોટા વરાછામાં ઓફિસમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 15 શકુનિઓને ઝડપી પાડયા

સુરત: શહેરના મોટા વરાછાના પ્લેટીનીયમ પ્લાઝાના બીજા માળે ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી એમ્બ્રોડરી કારખાનેદાર, હીરા દલાલ સહિત 15 ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી રૂ. 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે ઓફિસ માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અમરોલી પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના પ્લેટીનીયમ પ્લાઝાના બીજા માળે ઓફિસ નં. 216માં દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા એમ્બ્રોડરી કારખાનેદાર જતીન ચંદુ વામજા (રહે. સત્તાધાર સોસાયટી, એ.કે. રોડ, વરાછા), નરેશ પ્રેમજી ધામેલીયા (રહે. રઘુનંદન સોસાયટી, વેડ રોડ), રત્નકલાકાર મહેન્દ્ર ગોગન વામજા (રહે. ક્રિષ્ણા ટાઉન, સુદામા ચોક, મોટા વરાછા), કોલસા વેપારી નરેન્દ્ર માસુકલાલ ઠક્કર (રહે. અંબિકાનગર, ડીંડોલી), રત્નકલાકાર પ્રકાશ મૂળજી કોટડીયા (રહે. વ્રજભુમિ ટાઉનશીપ, સીમાડા નાકા), રત્નકલાકાર સંજય રમેશ ધાનાણી (રહે. પ્રથમ રેસીડન્સી, કામરેજ), નિવૃત રણછોડ શાંતીલાલ ભાલાળા (રહે. જલારામ સોસાયટી, પદમલા ગામ, વડોદરા), હીરા દલાલ જયેશ ધીરૂ ગોંડલીયા (રહે. તુલસી રો હાઉસ, યોગી ચોક, સરથાણા), નિલેશ દિનેશ વાકાણી (રહે. આંગન રેસીડન્સી, પુણા પાટિયા), પાર્થ ભુપત માંડકણા (રહે. સિલ્વર એપાર્ટમેન્ટ, પુણા), ધનસુખ રવજી વાડદોરીયા (રહે. કૃષ્ણકુંજ સોસાયટી, સીમાડા નાકા), તરૂણ કાળુ રાઠોડ (રહે. ભગુનગર, કતારગામ), યોગેશ પ્રાગજી ગેડીયા (રહે. વ્રજભુમિ સોસાયટી, સરથાણા જકાતનાકા), રાહુલ ધનજી મેપાણી (રહે. સાંઇ દર્શન સોસાયટી, સીમાડા નાકા) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી અંગ જડતીના અને જુગારના દાવ પરના મળી રોકડા રૂ.  1,06,200 અને 12 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,60,700 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 

(5:05 pm IST)
  • દિલ્હી પ્રદેશ કાર્યાલયમાં 18 લોકોને કોરોના ચેપ લાગ્યો : બે ઓફિસ કર્મચારીઓ અને તેના પરિવારના બાકીના સભ્યો સપડાયા access_time 11:00 pm IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • જાપાનના વડાપ્રધાન તરીકે યોશીડે સુગાની સત્તાવાર જાહેરાત થઈ છે access_time 11:17 am IST