Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મોવી ગામમાં પરવાનગી વિના શોપીંગનુ બાંધકામ કરનાર વ્યક્તિને નોટિસ આપવા ગયેલા મહિલા સરપંચને મારી નાંખવાની ધમકી

ચૈતર વસાવા તથા તેમની સાથેના માણસો એ ગે.કા. મંડળી રચી મારક હથીયાર ધારણ કરી સરપંચને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોવી પાસે પરવાનગી લીધા વિના શોપીંગનુ બાંધકામ કરનાર ને નોટિસ આપવા ગયેલા ખરેઠા ગ્રુપ ગ્રામ પંચાયત ના મહિલા સરપંચને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ રાજપીપળા પો.સ્ટે.માં નોંધાઇ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ખરેઠા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શકરીબેન ચંદુભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ મોવી ગામ ગ્રુપ ગ્રામ પંચાયત હસ્તકમાં આવતુ હોય ચૈતરભાઈ દામજીભાઈ વસાવા એ જમીન માલીક મોતીસીંગ ગોવાલભાઈ વસાવા ની જમીન સર્વે નંબર ૧૯૩ વાળી મોવી ચોકડી હાઈવે રોડ ને અડીને આવેલ હોય જેમાં સતા પ્રકાર ૭૩ એ એ ની સરકાર પાસે થી પરવાનગી લીધા વિના તેમજ જમીન એન.એ ની પણ પરવાનગી લીધા વિના શોપીંગ મોલનુ બાંધકામ ચાલુ કર્યું હોવાનું સરપંચ સકરીબેનના ધ્યાને આવતા તેમણે આ બાંધકામવાળી જગ્યાએ ચૈતર વસાવાને બાંધકામ બાબતે નોટીશ આપવા જતા ચૈતરભાઈ તથા તેમની સાથેના બીજા ૧૦ થી ૧૨ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી મારક હથીયાર ધારણ કરી સકરીબેનને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.   રાજપીપળા પોલીસે મહિલા સરપંચની ફરિયાદના આધારે ચૈતર વસાવા તેમજ બીજા ૧૦ થી ૧૨ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ પીએસઆઇ એમ.બી. વસાવા કરી રહ્યા છે.

(2:59 pm IST)