Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

વડોદરામાં ઇન્દુ આયુર્વેદીક કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ

રાજકોટ : પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદમાં પણ કોરોનાની સારવાર અને ઉપચાર ઉપધ્ધ છે. આયુર્વેદે બનાવેલી ત્રણ દવાઓ અસરકારક નીવડી છે જેને રાજયના આયુષ વિભાગની સાયન્ટીફીક કમીટીએ માન્યતા આપી છે. ત્યારે રાજકોટ બાદ રાજયનું બીજુ ઇન્દુ કોવિડ કેર સેન્ટર વડોદરા નજીક અંકોડીયા ખાતે શરૂ કરવામાં આવતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરિયાના અને ડો. હિતેશ જાનીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. જયાં ૩૫ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. પંચગવ્ય, નસ્ય અને ધૂપ, વિરેચન, વમન જેવી સારવાર અપાશે.

(2:46 pm IST)
  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • દિલ્હી પ્રદેશ કાર્યાલયમાં 18 લોકોને કોરોના ચેપ લાગ્યો : બે ઓફિસ કર્મચારીઓ અને તેના પરિવારના બાકીના સભ્યો સપડાયા access_time 11:00 pm IST

  • ડેવિડ મિલર ધોની પાસે ખાસ ગુણોને શીખવા માગે છે : ધુઆંધાર બેટ્સમેન પણ ધોનીનો દિવાનો : ખાસ કરીને રમતમાં લક્ષ્યનો પીછો કરતી વખતે દબાણનો સામનો કરીને શાંત રહેવાનો ધોનીનો ગુણ શીખવાની ઈચ્છા access_time 3:31 pm IST