Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

પાલઘરથી બલેનોમાં દારૂ લઈ જતી 2 મહિલાને વલસાડ પોલીસે ઝડપી પાડી

લોકડાઉનમાં ધંધા રોજગાર છીનવાઈ જતા અમદાવાદની હેતલે પોતાની સખી સાથે મહારાષ્ટ્રથી દારૂ લાવીને વેચવાનું નક્કી કર્યું : અમદાવાદ પહોંચે એ પહેલા બંને ઝડપાઇ ગયા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ : કોરોનાના ડરથી સમગ્ર ભારતમાં લોકડાઉન લાગી ગયું હતું. આ લોકડાઉનના કારણે અનેક લોકોના વેપાર ધંધા છીનવાઈ ગયા હતા. આવું જ કંઈ અમદાવાદની ફોટોગ્રાફર હેતલ સાથે બન્યું. તેની રોજી છીનવાઈ ગઈ અને તેની આર્થિક તંગી વધી જતા કારના હપ્તા અને ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બની ગયો હતો. જેને પહોંચી વળવા તેણીએ પોતાની સખી સાથે મહારાષ્ટ્રથી દારૂ લઈ જઈ અમદાવાદમાં વેચવાનું નક્કી કર્યું, પરંતુ તે દારૂ લઈને અમદાવાદ પહોંચે એ પહેલાં જ વલસાડ પોલીસે તેને પકડી પડ્યો હતો.
    પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબીએ હાઇવે પર ચેકીંગ હાથ ધર્યું હતું. એ દરમિયાન તેમણે એક બલેનો કાર અટકાવી હતી. જેમાંથી બે મહિલા હેતલ ભટ્ટ(ઉ.વ.43) અને આરતી ગોસ્વામી(ઉ.વ.29) નીચે ઉતરી હતી. આ કારની તાપસ કરતા પોલીસને તેમાંથી દારૂની 216 બોટલો મળી આવી હતી. જેની કિંમત ₹ 31 હજાર થાય છે. બે મહિલાઓને દારૂ મામલે પૂછતાં તેમણે આ દારૂ પાલઘર બજાર વિસ્તારમાં આવેલી વાઈન શોપમાંથી લીધો હોવાનું જણાવ્યું હતું અને પોતાની નબળી પડેલી આર્થિક સ્થિતિ સંદર્ભે જણાવ્યું હતું. જોકે, પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:37 pm IST)