Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ધોબીઢાળ જુની પોસ્ટ ઓફિસ પાસેથી જુગાર રમતા બે શકુનિઓને ઝડપી લેતી મોડાસા ટાઉન પોલીસ

મોબાઇલ, રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧૨,૦૮૦ નો મુદ્દામાલ જપ્ત

મોડાસા ટાઉન પોલીસ ઈન્સ્પેકટર સી પી વાઘેલા અને સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે પેટ્રોલિંગમાં સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે, મોડાસા શહેરના ધોબીઢાળ વિસ્તારમાં, જુની પોસ્ટ ઓફિસની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો  ચોરી છુપીથી આંક ફરકનો વરલી મટકાનો જૂગાર રમી રમાડે છે

 

 બાતમીના પગલે દરોડો પાડી ખુલ્લી જગ્યામાં આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમતા બે શકુનિઓને રંગેહાથ ઝડપી પાડી જુગાર રમવાના સાધનો તથા અંગઝડતીમાં મોબાઇલ, રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧૨,૦૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા આરોપીઓ રમેશકુમાર અમ્રુતલાલ મોદી રહે. ગાંધીવાડા, મોડાસા તથા ગુલામનબી અહેમદમિયાં હાટમટીયા રહે. ધોબીઢાળ વહોરવાડ, મોડાસાને જેલભેગા કરેલ છે.

(9:01 pm IST)
  • જાપાનના વડાપ્રધાન તરીકે યોશીડે સુગાની સત્તાવાર જાહેરાત થઈ છે access_time 11:17 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • ર૧ સપ્ટેમ્બરથી ધો.૯ થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ નહીં ખુલેઃ કેબીનેટની બેઠકમાં ‌નિર્ણય access_time 1:15 pm IST