Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ઇડરમાં કોરોનાના સતત વધતા સંક્રમણને અટકાવવા આજથી તમામ બજારો સાંજના 4 વાગ્યાથી બંધ રાખવામાં આવશે

ઇડર: શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. વધતા જતા સંક્રમણને અટકાવવા લોકડાઉન એકમાત્ર વિક્લ્પ હોઈઇડરના સરકારી તંત્રએ તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા હતા. જેના ભાગ રૂપે ગુરૂવારે બપોરે પ્રાંત કચેરીમાં નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં વેપારી એસોસીએશન તથા વિવિધ સંગઠનોની એક મીટીંગ મળી હતી. મીટીંગમાં નાયબ કલેક્ટર તથા મામલતદારે ઉપસ્થિત તમામને વર્તમાન સ્થિતિથી વાકેફ કરી સંક્રમણને આગળ વધતુ અટકાવવા વેપારી વર્ગનો સહયોગ માગી લોકડાઉન બાબતે ચર્ચા વિચારણા કરી હતી.

અંતમાં મીટીંહમાં લેવાયેલા નિર્ણય મુજબ ઇડરના તમામ બજારો શુક્રવાર તા.૧૬ એપ્રિલથી તા. ૩૦ એપ્રિલ સુધી સાંજે ૦૦ વાગ્યા બાદ બંધ રહેશે. બંધ આવશ્યક સેવાઓને નડતરરૂપ રહેશે નહિ. મેડીકલ-દવાખાનાની સેવા અવિરત રહેશે. વેપારીઓના સ્વૈચ્છિક આંશિક લોકડાઉનના નિર્ણયને શહેરી તથા ગ્રામ્ય પ્રજાએ આવકાર્યો હતો.

(5:28 pm IST)