Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અમદાવાદમાં ઉત્તરાયણે ઉન્માદમાં ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

ધવલ પટેલે ધાબા પર ફાયરિંગ કરી પિસ્ટોલ સાથેનો વીડિયો ફેસબુકના સ્ટોરી સ્ટેટસ પર મુક્યો હતો

અમદાવાદ :શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે સાંજે ખુશીના ઉન્માદમાં તાનમાં આવેલા યુવકે ધાબા પર ફાયરિંગ કરી પિસ્ટોલ સાથેનો વીડિયો ફેસબુકના સ્ટોરી સ્ટેટસ પર મુક્યો હતો. કૃષ્ણનગર પોલીસ પાસે વીડિયોની વિગતો પહોંચતા આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

  બનાવની વિગત મુજબ વાસી ઉત્તરાયણના દિવસે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને સાંજે મેસેજ મળ્યો કે, આશીર્વાદ સોસાયટી ઘર.નંબર.40, સરદાર પટેલ પ્રાથમિક સ્કૂલ સામે, ગાયત્રી સર્કલ પાસે ધવલ રમેશભાઈ પટેલ (ઉં,32)એ હવામાં ફાયરિંગ કરતો વીડિયો બનાવી પોતાના ફેસબૂક પર મુક્યો છે. જે મેસેજ પોલીસ કંટ્રોલરૂમે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ કોદરભાઈને આપ્યો હતો

 પોલીસે સ્થળ પર પહોંચી ધવલ પટેલને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ ઉત્તરાયણમાં ખુશીના ઉન્માદમાં પિસ્ટલમાં છરા ભરાવી હવામાં ફાયરિંગ કરી વીડિયો બનાવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી પિસ્ટલ અને 100 જેટલા છરા કબ્જે લઈ તેની વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પોલીસે આરોપી ધવલ પટેલ પિસ્ટલ અને છરા કોની પાસેથી અને ક્યાં હેતુસર લાવ્યો તે મામલે પૂછપરછ હાથ ધરી છે. આરોપીએ આ હથિયારથી અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મામલે તપાસ શરૂ કરી છે.

(9:54 pm IST)