Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન

દેશભરમાં કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ : અમદાવાદ ખાતે રસીની સફળતા અને કોઈ આડઅસર ન થાય તે માટે વિશેષ પ્રાર્થના અને યજ્ઞનું આયોજન કરાયું

અમદાવાદ,તા.૧૬ : પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ. ગુજરાત સહિત દેશભરમાં આજથી પ્રારંભ થયેલા કોરોના રસીકરણ અભિયાનની સફળતા માટે અમદાવાદ ખાતે વિશેષ પ્રાર્થના અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ખોખરા-હાટકેશ્વર ૧૩૨ રિંગ રોડ પાસે હરિપુરા ધીરજ હાઉસિંગ ખાતે આવેલા શ્રી પંચનાથ મહાદેવ મંદિરના સંકુલમાં આજે સવારે ૧૦ વાગ્યે વિશેષ પ્રાર્થના અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ, પુરુષો અને બાળકો પણ શામેલ થયા હતા. આ યજ્ઞ દરમિયાન કેટલાક લોકોના હાથમાં બેનર જોવા મળ્યા હતા.

જેના પર કોરોના કા ટીકા લગાઓ આજે ઔર કોરોના મુક્ત ભારત બનાઈએ અબ, ઘર-ઘર કોરોના કા ટીકા, હર ઘર બનેગા કોરોના મુક્ત હે શ્રી કૃષ્ણ વેક્સીન રૂપી સુદર્શન ચક્રથી કોરોનાના દૈત્યોનો નાશ કરો. ના બેનર સાથે જોવા મળ્યા હતા. ૨૦ ભક્તોએ યજ્ઞ દરમિયાન કોરોના વેકસીનના રસીકરણનું અભિયાન દેશભરમાં સફળ થાય અને તેની કોઈ આડઅસર ના થાય તે માટે વિશેષ પ્રાર્થના પણ કરી હતી. આ દરમિયાન અમુક ભક્તોના હાથમાં તિરંગો ઝંડો અને વડાપ્રધાન મોદીની તસવીર પણ જોવા મળી હતી. જણાવી દઇએ કે, ગુજરાત સહિત દેશભરમાં આજે કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે.

જેમાં સૌથી પહેલા હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સીન લગાડવામાં આવી રહી છે. શહેરમાં ૨૦ જગ્યાએ સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી સરકારી અને મ્યુનિસિપલ હોસ્પિટલો ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મળી કુલ ૨૦ જગ્યાએ હેલ્થ વર્કર્સને રસી અપાઈ રહી છે.

(8:29 pm IST)
  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST

  • ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાશ્રીનું નિધન : ભારતીય ટીમના ઓલરાઉન્ડરો હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાશ્રી હિમાંશુ પંડ્યાનું આજે વડોદરામાં વ્હેલી સવારે હાર્ટએટેકનો હુમલો આવતા દુઃખદ નિધન : કૃણાલ સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટ છોડી રવાના થઈ ગયો હોવાનું જાણવા મળે છે. સવારે ૧૦ વાગ્યે access_time 10:10 am IST

  • દેશભરમાં આજે 1,65,714 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી : રસીકરણ પછી હજી સુધી એકપણ વ્યક્તિને આડઅસર થઈ હોય કે હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવું સામે નથી આવ્યું તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. access_time 7:42 pm IST