Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

પ્રાંતિજમાં ઉતરાયણના દિવસે બહાર જવું પરિવારને ભારે પડ્યું:તસ્કરો 30 હજારની રોકડ સહીત દાગીના ઉઠાવી છૂમંતર.....

પ્રાંતિજ:પાસેના રાષ્ટ્રીય ધોરી માર્ગ પાસેની યોગેશ્વર સોસાયટીમાં રમેશભાઈ ધનજીભાઈ પટેલ ઉત્તરાયણના દિવસે પોતાનું મકાન બંધ કરીને પ્રાંતિજ ગામમાં જ પોતાની દિકરીને ત્યાં ઉત્તરાયણ નિમીત્તે જતાં આ તકનો લાભ લઈ કોઈ અજાણ્યા તસ્કરોએ ધોળા દીવસ તેમના મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ નિજોરીને તોડી તેમાંથી રૂ.૩૦,૦૦૦ની રોકડ સહિત સદનાનો દોરો અને સોનાની વીંટી ચોરી ગયા હતા. સાંજના સમયે મકાન માલિક પોતાના ઘરે પરત ફરતાં પોતાના ઘરનું તાળં અને તિજોરી તૂટેલું જોતાં તેમણે આસપાસના સોસાયટીનારહીશોને જાણ કરી હતી.

 જેથી લોકો ત્યાં એકત્ર થયા હતા. ત્યાર બાદ ચોોરીના બનાવ અંગેની જાણ તેમણે પ્રાંતિજ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યુ હતું.

  આ અંગે  શુક્રવારના રોજ પ્રાંતિજ પોલીસને પૂછતાં તેમણે આ અંગે કોઈ ગુનો નોંધાયો નથી તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ શહેર તેમજ આસપાસના ગામોમાંથી ટ્રેકટરની બેટરીઓ તેમજ મોટર સાયકલની ચોરી કરતી ગેંગ સક્રીય છે પરંતુ તે હજુ સુધી પ્રાંતિજ પોલીસને હાથ લાગી નથી ત્યારે  ગુરૂવારે ધોળે દિવસે ચોરીની ઘટના બનવા પામી છે.

(6:04 pm IST)