Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વડોદરાના આસોજ ગામમાં રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર લોકોમાં ભયનો માહોલ

વડોદરા:શહેર અને આસપાસના ગામડાઓના રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જતા હોવાના અને હુમલા કરતા હોવાના વારંવાર બનાવો બની રહ્યા છે.

કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રીના નાળા પાસે એક લગ્ન પ્રસંગ દરમિયાન મંડપ સુધી મહાકાય મગર આવી જવાનો બનાવ બન્યો હતો. જ્યારે જલારામ નગર વિસ્તારમાં પરિવારજનો બેઠા હતા ત્યાં સુધી તેમજ સયાજીગંજમાં એક મકાનની અંદર મગર આવી ગયા હોવાના તાજેતરમાં બનાવ બન્યા હતા.

વડોદરા નજીક આવેલા આસોજ ગામે આવી જ રીતે આજે વહેલી સવારે 11 ફૂટ લાંબો અને અંદાજે 400 કિલો વજનનો મહાકાય મગર નવા બની રહેલા નાળામાં ફસાતા જીવ દયા સંસ્થાના કાર્યકરોની મદદ લેવાઈ હતી.

નાનામાં ફસાયેલા મગરને નાકના ભાગે ઈજા થઈ હોવાથી વઢવાણા ટીમના 15 થી 20 કાર્યકરોએ મગરને રેસ્ક્યૂ કરવા જેસીબીની મદદ લીધી હતી અને બે કલાકની જહેમત બાદ સલામત રીતે બહાર કાઢી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.

(5:59 pm IST)