Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

પ્રાણીઓ પણ તેમના પર કરવામાં આવેલા શારીરિક અને માનસિક અત્યાર સમજી શકે છે-ગુજરાત હાઈકોર્ટઃ૨૨ ગાય અને વાછરડાને ગોંધીને લઈ જવાના કેસમાં આરોપીએ જામીન અરજી પાછી ખેંચી લીધી

અમદાવાદઃ દાહોદથી ગોધરા જવાના રસ્તા પર વાહન ચેકીંગ દરમિયાન વાહનમાં ૨૨ ગાય - વાછરડાને ગોંધીને લઈ જવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે માણસોની જેમ પ્રાણીઓ પણ તેમના પર કરવામાં આવેલા શારીરિક અને માનસિક અત્યાર સમજી શકે છે. ગુજરાત હાઈકોર્ટે આરોપી અક્રમ પોસ્તીની જામીન અરજીની સુનાવણી દરમિયાન આ પ્રકારનું અવલોકન કર્યું હતું.

પોલીસે આ કેસમાં આરોપી સામે પ્રાણીઓને કતલખાને લઈ જવાની શંકાને આધારે તેની સામે પ્રાણી અત્યાર અધિનિયમ હેઠળ વિધિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કોર્ટમાં એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે આરોપી  આજ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જોકે આરોપીના વકીલે જણાવ્યું હતું કે આરોપી પ્રાણીઓની ખરીદ – વેચાણનું કામ કરે છે. આરોપીએ અરજી પરત ખેંચી લેતા કોર્ટે તેમને નવી ફ્રેશ અરજી દાખલ કરવાની છૂટ આપી હતી.

(4:00 pm IST)