Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ઓવરટેક કરવા જતાં ટ્રક સાથે ટક્કરઃ તોતિંગ પૈડા માથે ફરી વળતા ત્રણ મિત્રોના કરૃણ મોતઃપતંગ લઈ ૨ બાઇક ઉપર ૫ મિત્રો પાછા ફરી રહયા હર્તાં

ખેડાઃ મહેમદાવાદના ગાડવાના સુરેશભાઈ બુધાભાઈ પરમાર, પોતાના મિત્રો સુનીલ પુંજાભાઈ રાઠોડ, સતીષભાઈ રમેશભાઈ પરમાર, ભત્રીજો રતનસિંહ અમરસિંહ પરમાર, મનહરભાઈ રણછોડભાઈ ચૌહાણ ઉત્તરાયણની આગલી રાત્રે  પતંગ દોરી કપડાં ખરીદી પાંચેય મિત્રો બે જુદી જુદી બાઈકો પર પરત ઘરે આવી રહ્યા હતા. રાત્રિના બે વાગ્યે પાંચેય યુવાનો બે અલગ અલગ બાઈકો પર ઘરે આવી રહ્યા હતા ત્યારે  સુનિલે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી અચાનક બીજી ટ્રક આવી હતી. અને સુનીલનું બાઈક આગળ જતી ટ્રક સાથે અથડાતા ત્રણેય ટ્રક નીચે પટકાયા હતા અને ટ્રકનું વ્હીલ તમામના ઉપરથી ફરી વળતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.

(11:46 am IST)