Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ફેસબુક ફ્રેન્ડ પત્નિને હેરાન કરીને અણછાજતા ફોટા વાયરલ કરતા પતિની ફરીયાદ

વાપી : સોશ્યલ મીડીયાનો વધુ પડતો ઉપયોગ આપણી માટે મુસીબતરૃપ સાબીત થાય છે વાપીમાં ફેસબુક ફ્રેન્ડે બિભત્સ માંગણી કરતા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઇ છે.

વાપી ચણોદ કોલોની ખાતે રહેતા પરિવારની એક નવ પરિણિતાના મોબાઇલ ઉપર મનન મોન્ટી નામના ફ્રેસબુક ફેક આઇડી ધારકે ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલી હતી. તા. રપ-૧-ર૦૧૭ (એક વર્ષ પહેલા) થી આ ફેસબુક ઉપર મિત્ર બનેલી મહિલા પાસે તે ફેક ફ્રેસબુક આઇડી ધારકે બિભત્સ માગણી કરવા માંડી હતી એટલું જ નહી આ મહિલાના પતિને પણ આ શખ્સે પરેશાન કરવા માંડયો હતો.

આ મહિલાના ફોટા સાથે ચેડા કરી તેના અણછાજતા  ફોટા બનાવી ફેસબુક ઉપર વાયરલ કરી દીધા હતાં. આખરે મહિલાએ ગભરાયને તમામ હકિકતથી પતિને વાકેફ કરતા પતિએ આ ફેક આઇડી ધારકની અસલીયત જાણવા ટેકનીકલ એનાલીસીસ થકી પ્રયત્ન કરતા આ ભેજાબાજ કચ્છના અંજાર સ્થિત મેઘપર રોડ ઉપર આવેલી બી નેન્સી કોલોનીમાં રહેતો મહેન્દ્ર ભુપત મકવાણા નામનો ઇસમ હોવાનું બહાર આવ્યું હતું. આખરે સોમવારે તેની સામે વાપી જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ હતી.

(6:54 pm IST)