Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પાલનપુરમાં પતંગની બાબતમાં ૬ મહિના પહેલા લગ્ન કરનાર યુવકની હત્યા

પાલનપુરઃ પાલનપુરમાં પતંગના ડખ્ખામાં યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. યુવકની હત્યાથી લગ્નના ૬ મહિનામાં જ દંપતિ ખંડીત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પાલનપુરના બાવરી ડેરા વિસ્તારમાં સોમવારે પતંગ જેવી નજીવી બાબતમાં યુવકની ગુપ્તિના દ્યા મારી હત્યા કરાતા, હોબાળો મચી ગયો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. જયારે ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 ઉત્ત્।રાયણના દિવસે બાવરી ડેરામાં બે યુવકો પતંગ ચગાવી રહ્યા હતા. જોકે પતંગની સામાન્ય બાબતની તકરારમા સોમવારે સાંજે બાવરી ડેરાના પાંચ જેટલા ઈસમોએ અચાનક જબરસિંહ નામના યુવક પર ગુપ્તિ જેવા દ્યાતક હથિયારથી દ્યા કર્યો હતો. જેમાં જબરસિંહને ગંભીર ઈજાઓ પહોંચતાં તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જયારે યુવકના મોતને મામલે સિવિલમાં પરિવારજનોનું કલ્પાંતને પગલે શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવકના મોતને પગલે માતાપિતા પર વજ્રઘાત થયો હતો.

જબરસિંહના પિતા સતીશભાઈ તેમજ માતા રેખાબેને કહ્યું  કે જબરસિંહના હજી તો છ માસ અગાઉ જ લગ્ન થયા હતા. પતંગ જેવી નજીવી બાબતે તેનો જીવ લેવામાં આવ્યો છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદથી ભલભલા રડી પડ્યાં હતા.

બાવરી ડેરામાં યુવક જબરસિંહની હત્યાને પગલે ડીવાયએસપી એ આર જનકાન્ત સહિતનો પોલીસ કાફલો દ્યટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા જ હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે જયારે મુખ્ય સૂત્રધાર ફરાર હોઈ પોલીસે  શોધખોળ આદરી છે.

(6:49 pm IST)