Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વડોદરાનાં ફતેપુરમાં સોડા પીવાની બાબતમાં જુથ અથડામણઃ પથ્થરમારો

વડોદરાઃ ફતેપુરા વિસ્તારમાં સોડા પીવા જેવી સામાન્ય બાબતમાં જુથ અથડામણ-પથ્થરમારો થતા દોડધામ મચી ગઇ હતી.

વડોદરાના ફતેપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે.મોડી રાત્રે સામાન્ય બોલાચાલી બાદ દ્યર્ષણ થયું હતું અને બે જૂથ સામ સામે આવી ગયા હતા.સોડા પીવા જેવી નજીવી બાબતે ૨ યુવક વચ્ચે બોલાચાલી થઈ હતી.જેને ઉગ્ર સ્વરૃપ ધારણ કરતાં સામ સામે પથ્થરમારો થયો હતો.જોકે બાદમાં પોલીસે સમગ્ર મામલો થાળે પાડયો હતો.

સોડા પીવા જેવી નજીવી બાબતમાં ૨ યુવાનો વચ્ચે થયેલી બોલાચાલીએ ભયંકર રૃપ ધારણ કરી દેતા ૨ જૂથો સામ-સામે આવી ગયા હતા અને ત્યાર બાદ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જો કે આ દ્યટનાને પગલે સ્થાનિક પોલીસ દ્યટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

(6:48 pm IST)