Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વાપીની મહિલા સાથે ફેસબુક પર મિત્રતા બાંધી ફોટા સાથે ચેડાં કરનાર નરાધમ યુવક વિરુદ્ધ ગુનો દાખલ

વાપી:ની એક યુવાન પરિણીતા સાથે ફેસબુક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને મિત્રતા બાંધી મહિલાના ફોટા સાથે ચેડા કરાયા હતા. જે બાદ તે બિભત્સ ફોટા ફેસબુક ઉપર વાયરલ કરી મહિલા તથા તેના પતિને બદનાર કરાતા આખરે પતિએ સોમવારે વાપી જીઆઇડીસી પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

વાપી ચણોદ કોલોની ખાતે રહેતા પરિવારની એક નવ પરિણિતાના મોબાઇલ ઉપર મનન મોન્ટી નામના ફેસબુક ફેક આઇડી ધારકે ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલી હતી. તા. ૨૫-૧-૨૦૧૭ (એક વર્ષ પહેલા)થી આ ફેસબુક ઉપર મિત્ર બનેલી મહિલા પાસે તે ફેક ફેસબુક આઇડી ધારકે બિભત્સ માંગણી કરવા માંડી હતી એટલુ જ નહી આ મહિલાના પતિને પણ આ શખ્સે પરેશાન કરવા માંડયો હતો. આખરે સોમવારે તેની સામે વાપી જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.

(5:58 pm IST)