Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કોંગ્રેસના નેતાઓ શાળા સંચાલકો વતી કેસ લડે છે, ફી ઘટાડો રોકવા તરકટઃ ભરત પંડયા

અમદાવાદ તા. ૧૬ : ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની બે મોઢાની વાત ફરીથી દેશ સમક્ષ ખુલ્લી પડી છે. કોંગ્રેસના કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી શાળાના સંચાલકોનો કેસ કોર્ટમાં લડીને ફી નિયમન કાયદાનો વિરોધ કરીને તેને અટકાવવા તરકટ રચી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ભાજપા સરકારે ફી નિયમન અંગે ઐતિહાસિક કાયદો કર્યો છે અને કોર્ટે પણ તે કાયદાને યોગ્ય ઠેરવ્યો છે. પરંતુ કોંગ્રેસના પેટમાં આ કાયદો ખૂંચે છે, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્દસિંહજી ચુડાસમા ભાજપા દ્વારા લાવેલઙ્ગ ફી નિયમન કાયદા અને અમલ અંગે સતત કાર્યરત છે સરકારે સંચાલકો સાથે વાતચીત કરીને અનેક સંચાલકોનાં સહકાર સાથે હજારોઙ્ગ શાળાઓમાંઙ્ગ ફી માં ઘટાડો કરાવી ચૂકી છે.હવે ફી નહીં ઘટાડનારા સંચાલકોને કોંગ્રેસ સાથ આપીને ગુજરાતના લાખો વાલીઓ અને વિદ્યાર્થીઓને થતો ફાયદો અટકાવવા માંગે છે અને આ રીતે કોંગ્રેસ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. વાલીઓ સાથે દ્વેષ ભાવના રાખીને કોંગ્રેસ વધુ ફી નો બોજો વાલીઓ પર પડે તેવા પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસના નેતા સમાજનું હિત જોઈ શકતા નથી.

શ્રી પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં ફી નિયમન કાયદાનો બોયકોટ કર્યો, કાયદાનો અમલ નહીં થાય તેવું કહીને ચૂંટણીમાં લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, અને હવે આ કાયદાની સામે સુપ્રિમમાં કેસ લડી રહી છે.કોંગ્રેસ હમેશાં જનહિતમાં નડતર જ રહી છે. કોંગ્રેસે હંમેશા ભાજપા દ્વારા થતા સમાજપયોગી, જનકલ્યાણ ના નિર્ણયોનોઙ્ગ વિરોધ જ કર્યો છે. કોંગ્રેસ નકારાત્મકતામાં રાચે છે. ૬૦ વર્ષના શાસનમાં કંઈ કર્યું નહીં અને હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એક પછી એક રાષ્ટ્રનિર્માણ માટે જનહિતમાં નિર્ણયો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસને તેની ઈર્ષ્યા થાય છે.

(3:36 pm IST)