Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન ''ન્યુ ગુજરાત 'ના નિર્માણમાં મહત્વનું દિશાદર્શક :જીતુભાઇ વાઘાણી

ગુજરાતને વધુ ઊંચાઈ પર લઇ જવા સૌએ સાથે મળીને કાર્ય કરવા અનુરોધ

અમદાવાદ :ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વઘાણીએ ગુજરાત વિધાનસભાની ચૂટણીંમાં શાંતિપૂર્ણ મતદાન કરીને ''ન્યુ ગુજરાત 'ના નિર્માણમાં મહત્વનું દિશાદર્શન કર્યું છે તેમ જણાવી મતદારોનો ભાજપ વતી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતને નવી ઊંચાઈ પર લઇ જવા સૌને સાથે મળીને કાર્યકારવા અનુરોધ કરું છું

  વાઘાણીએ વધુમાં કહ્યું હતું જે વિકાસના માર્ગે આગળ વધારવા વિચાર ભેદ ન હોય શકે,ગુજરાતના સૌ કોઈ નાગરિકો અને પ્રજાજનો નકારાત્મકતા છોડી હકારાત્મકતાના માર્ગે આગળ વધીએ,વ્યક્તિગત પ્રગતિ થકી રાજ્યની પ્રગતિ અને રાષ્ટ્રની પ્રગતિના મહત્વના આઅધારસ્થભ બનશે તેવો આશાવાદ સાથે ભાજપની ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકાર ભાજપની હોય ત્યારે ગુજરાતને વધુ ગતિશીલ બનાવ અપીલ કરી છે તેવો અનુરોધ કર્યો છે

(9:47 pm IST)