Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સીટવાઈઝ લાઈવ વેબ કાસ્ટિંગ કરવા માટે પંચ દ્વારા તૈયારીઓ

ગુજરાતમા મતગણતરી સમયે પ્રથમવાર પ્રયોગઃ હવે પાટનગર ગાંધીનગરમા બેઠા બેઠા દરેક કેન્દ્ર ઉપરની મતગણતરી પ્રક્રિયા ઉપર ચાંપતી નજર રાખવામા આવશે

અમદાવાદ, તા.૧૫, રાજય વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે બે તબકકામા મતદાન પુરુ થયા બાદ હવે જયારે સોમવારના રોજ રાજયમા ૩૭ જેટલા સ્થળોએ એકસાથે મતગણતરી શરૂ કરવામા આવશે ત્યારે રાજય ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમા મતગણતરી સમયે સૌ પ્રથમવાર વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો વાઈઝ લાઈવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે આ વ્યવસ્થાને કારણે મતગણતરી પ્રક્રીયા ઉપર પળેપળની નજર ગાંધીનગરમા બેઠા-બેઠા જાણી શકાશે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજય વિધાનસભાની ૧૮૨ બેઠકોની મતગણતરી ૧૮ ડિસેમ્બરને સોમવાર સવારથી એકસાથે શરૂ કરવામા  આવશે આ સમયે તમામ મતગણતરી કેન્દ્રમા બેઠક મુજબ લાઈવ વેબકાસ્ટિંગ કરવા અંગે તમામ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી(કલેકટર)ને પરિપત્ર કરવામા આવ્યો છે.જેને લઈને મતગણતરી કેન્દ્રમા ખાસ કેમેરા લગાવવામા આવશે આ ઉપરાંત વેબ કાસ્ટિંગ અંગેના સાધનો પણ લગાવવામા આવશે.જેની મદદથી સોમવારે સવારથી શરૂ થનારી વિધાનસભા બેઠકોની મતગણતરી પ્રક્રીયા ઉપર પળેપળની નજર રાખી શકાશે.સામાન્ય રીતે અતિ સંવેદનશીલ કે સંવેદનશીલ બેઠકો ઉપર જ લાઈવ વેબકાસ્ટિંગ કરવામા આવતુ હોય છે.પરંતુ આ વખતે સૌ પ્રથમવાર રાજયની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકોની મતગણતરી સમયે બેઠક વાઈઝ લાઈવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે આ અંગે ખાનગી કંપનીને કામગીરી સોંપવામા આવી હોઈ માત્ર મતગણતરી કેન્દ્રોમા કેમેરા અને વેબકાસ્ટિંગ માટેના જરૂરી સાધનો માટે જગ્યા ફાળવવાની રહેશે.

તમામ ગણતરી કેન્દ્રો ઉપર ચુસ્ત બંદોબસ્ત

         અમદાવાદ:, રાજયમા સોમવારે અમદાવાદ ઉપરાંત રાજકોટ,વડોદરા,સુરત અને કચ્છ-ભૂજ ખાતે પણ મતગણતરી હાથ ધરવામા આવનાર છે ત્યારે આ અગાઉ તમામ કેન્દ્રો ઉપર ઈવીએમની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.આ માટે સીઆરપીએફના જવાનોની પણ મદદ લેવામા આવી છે જે કલેકટરોને આ સ્થળોએ ફરજ સોંપવામા આવી છે તેમણે આજે સુરક્ષા વ્યવસ્થા અંગે જાત તપાસ પણ કરી હતી.

(9:34 pm IST)