Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બનાસકાંઠામાં ઝેરી બી ખાઈ જતા 9 બાળકોને થઈ ઝાડા ઉલટીની અસર

ડીસા : બનાસકાંઠા - ડીસાના તેરમીનાળા ગામે, મળતી  વિગતોનુસાર, 9 બાળકોએ ઝેરી બી ખાઇ લીધા હતા. આ બી ખાઇ જવાથી બાળકોને એક પછી એક ઝાડા ઉલ્ટી થવા લાગ્યા હતા. જેના કારણે આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા બાળકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવને પગલે આરોગ્ય તંત્રે વધુ તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)