Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પાટણ જીલ્લાની ચારેય બેઠક ઉપરનાં ઉમેદવારો દ્વારા જીતના દાવા

પાટણ, તા. ૧પ :  પાટણ જીલ્લાની ચારેય વિધાનસભા બેઠક ઉપર ર૦૧રની વિધાનસભાની ચૂંટણી કરતા ર૦૧૭માં મતદાન ઓછું થયું છે ઇ.વી.એમ. મશીનની છુટી છવાઇ ફરીયાદ સાંભળવા મળી રહી હતી. બન્ને પક્ષના ઉમેદવારો પોતપોતાની જીતનો દાવો દર્શાવે છે વિધાનસભાની બેઠક ઉપરથી ત્રિપાંખીયો જંગ થતા કાંટે કી  ટક્કર થઇ છે. સિધ્ધપુરમાં ભાજપના જયનારાયણભાઇ વ્યાસ અને ચંદનસિંહ વચ્ચેની કોંગી તરફી પલ્લુ નમતુ જણાયુ છે. પાટણ બેઠક ઉપર ભાજપના રણછોભાઇ દેસાઇ અને કોંગ્રેસના ડો. કિરીટ પટેલ વચ્ચેની ટક્કરમાં  પાતળી બહુમતી મળે તેવુ ચર્ચાય છે.

રાધનપરની બેઠકથી પાંખીયો જંગમાં ભાજપ-કોંગ્રેસની ટક્કરમાં અપક્ષની ભૂમિકા વિજેતા સાબીત થવાનો અંદાઝ મતદારોકરી રહ્યા છે.

બીજા તબક્કાની ચૂંટણીમાં ઉપર ગુજરાતમાં  મતદાન બનાસકાંઠાની નવ બેઠકો ઉપર વિક્રમ જનક ૭૪ ટકા મતદાન -પાટણ વિધાનસભા  બેઠકની મત ગણત્રી પાટણ પોલીટેકનીકલમાં છે.

વિસનગર, વસનપુરા, મતદાન  બાબતે બે જુથ્થો વચ્ચે જુથ અથળામણથી ર૪ જણા ઘાયલ થયા છે લાકડા -ધોકા અને પથ્થર મારાના પગલે સમગ્ર તાલુકામાં તંગદીલી વ્યાપી છે. આર.એફ.ઓ.ના કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

(3:53 pm IST)