Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

હવે, હાર્દિકે જાહેર કર્યો પોતાનો 'એકિઝટ પોલ'!

હાર્દિક પટેલે કર્યો એકિઝટ પોલથી બિલકુલ ઉલટો દાવો : હાર્દિકે કહ્યું એકિઝટ પોલ ખોટા, પરિણામ કોંગ્રેસ તરફેણમાં

નવી દિલ્હી તા. ૧૫ : ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જે બાદ ગુરૂવારે જાહેર થયેલા એકિઝટ પોલના આંકડા ભલે રાજયમાં ગુજરાતની જીતનો દાવો કરતા હોય પરંતુ પાટીદાર નેતા હાર્દિક પટેલના આધારે તો ગુજરાતમાં કોંગ્રેસ જ સરકાર બનાવશે. હાર્દિકનું માનીએ તો ગુજરાતમાં કોંગ્રેસને ૧૦૦-૧૦૫ જેટલી બેઠકો મળશે.

ઉલ્લેખનીય છે કે ૧૪ ડિસેમ્બરના રોજ ગુરુવારે યોજાયેલા બીજા તબક્કાના મતદાન દરમિયાન હાર્દિક પટેલ પાટીદાર સમાજને ૧૪ યુવા પટેલોની શહીદીના મુદ્દે ભાવુક અપીલ કરતો જોવા મળ્યો હતો. ગુજરાતની કુલ સંખ્યામાં ૧૪ ટકા જેટલી વસ્તી પાટીદારોની છે ત્યારે રાજયમાં સત્તા હાંસલ કરવા માટે સંગઠીત પાટીદારોના વોટ કોઈપણ પક્ષ માટે ખૂબ જરૂરી છે. હાર્દિકે પોતાની અપીલમાં વોટ ફોર ચેંજનો નારો લગાવતા અપીલ કરી હતી કે જે લોકોએ પાટીદાર યુવાનોને માર્યા છે તેના વિરુદ્ઘ વોટ કરીને કોંગ્રેસને વિજયી બનાવો.

મહત્વપૂર્ણ છે કે આ વખતે ગુજરાત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન અને હાર્દિકને એકસ ફેકટર માનવામાં આવી રહ્યું હતું અને તેના કારણે કોંગ્રેસને પણ હાર્દિક અને પાસ પર ભરસો હતો કે તેમના પ્રભાવમાં પાટીદારો કોંગ્રેસને મત આપશે અને રાજયમાં સહેલાઈથી તેમની સરકાર બનશે. પરંતુ ગરુવારે સામે આવેલા તમામ એકિઝટ પોલમાં કોંગ્રેસની આશા પર પાણી ફરી વળતું દેખાય રહ્યું છે. જે પ્રમાણે હાર્દિક દાવો કરતો હતો તેવો તેનો જાદૂ ચાલ્યો હોય તેવું દેખાતું નથી.

જોકે હાર્દિક અને કોંગ્રેસ બંને દાવો કરી રહ્યા છે કે ભૂતકાળમાં અનેક એકિઝટ પોલ ખોટા પડ્યા હતા તેમ આ વખતે પણ એકિઝટ પોલ ખોટા પડશે અને ૧૮મી ડિસેમ્બરે પરીણામ કોંગ્રેસની તરફેણમાં જ આવશે. હાર્દિકે દાવો કરતા જણાવ્યું કે, 'એકિઝટ પોલ ભલે ગમે તે દાવા કરે પરંતુ તેના ગ્રાઉન્ડ રીપોર્ટ મુજબ ગુજરાતમાં કોંગ્રેસ ૧૦૦-૧૧૦ બેઠકો જીતશે.'

તમને જણાવી દઈએ કે, અમારા સહયોગી નવભારત ટાઈમ્સના NBT-C voter સર્વેમાં ભાજપને ૧૧૧ જેટલી બેઠકો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જયારે કોંગ્રેસને ૭૧ બેઠકો મળી શકે છે. જોકે ખરૂ પરીણામ તો ૧૮ ડિસેમ્બરે જ જોવા મળશે.

(3:52 pm IST)