Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પ્રદેશ કોંગ્રેસ દ્વારા નફા-નુકશાનની ગણત્રી શરૂ

તમામ ઉમેદવાર પ્રદેશ હોદ્દેદારો સાથે પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ચર્ચા શરૂ કરીઃ હકીકતો મેળવાઇ : કોંગ્રેસને ૧૦પ થી ૧૧૦ બેઠકનો હજુ પણ વિશ્વાસઃ ગ્રામ્યની ૧૩૪ માંથી ૯૩ અને શહેરની ૧પ થી ર૦ ની આશા

રાજકોટ તા. ૧પ : ગઇકાલે બીજા તબકકાના મતદાન બાદ તૂર્તજ મોટાભાગની ન્યુઝ ચેનલો દ્વારા એકઝીટ પોલમાં ભાજપને ૯૯ થી ૧૩પ બેઠકો મળશે તેવા નિર્દેશો આપ્યા પરંતુ એકઝીટ પોલ પંજાબ, બિહાર અને દિલ્હીની જેમ ખોટા ઠરશે તેવી આશા પ્રદેશ કોંગ્રેસ રાખી રહ્યું છેકેમ કે કોંગ્રેસના આંતરીક સર્વેમાં ૧૦પ થી ૧૧૦ બેઠકો કોંગ્રેસને મળશે તેમ જણાયેલ છે ત્યારે તમામ ઉમેદવારો ત્થા પ્રદેશ હોદેદારોની મીટીંગ આ લખાય છે.ત્યારે રાજીવ ભવન ખાતે શરૂ થઇ છે.અગાઉથી નકકી થયેલ મીટીંગ મુજબ આજે રાજયના તમામ કોંગ્રેસી ઉમેદવારો ત્થા પ્રદેશ હોદેદારોને બપોરના બે વાગ્યે પ્રદેશ કાર્યાલય (અમદાવાદ) ખાતે પહોચી જવા નિમંત્રણ અપાયેલ આ લખાય છે ત્યારે બે વાગ્યે મહત્વની ચર્ચા માટે બેઠકનો પ્રારંભ થયો છે.

વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના જીલ્લાના ઓબ્ઝવરો, પ્રદેશ હોદ્દેદારો ત્થા તમામ કોંગ્રેસી ઉમેદવારો કાર્યલય ખાતે પહોચ્યા છે અને મોટાભાગના ઓર્બ્ઝવરો તથા ઉમેદવારો એકઝીટ પોલી ખોટા ઠરશે તેવી આગાહીઓ પ્રદેશ કાર્યાલયથી લોબીમાં કરી રહ્યા છ.ે

અત્રેએ ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે તમામ ઉમેદવારોની નામાવલી જાહેર કર્યા બાદ અને પ્રચાર તેની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો ત્યારે આંતરીક સર્વે કર્યો હતો અને તેમાં કોંગ્રેસને ૧૦પ થી ૧૧૦ બેઠકો મળે તેમ જણાવ્યું હતું.

કોંગ્રેસના આંતરીક સર્વેમાં ગ્રામ્ય વિસ્તારોની ૧૩૪માંથી ૯૩ બેઠકો કોંગ્રેસને મળશે અને શહેરોની ૪૮ બેઠકોમાંથી ૧પ થી ર૦ બેઠકો કોંગીને મળે તેવા રિવ્યુ આવ્યાનું કહે છ.ે

દરમ્યાન મતદાન બાદ ગઇકાલે રાષ્ટ્રીય ચેનલોએ જાહેર કરેલ તમમ એકઝીટ પોલ ભાજપની તરફેણમાં ગયા હોય કોંગ્રેસ આગેવાનો ચોંકી ઉઠયાનું કહેવાય છે. અને સાચી પરિસ્થિતનો કયાશ કાઢવા માટે આજની બેઠકોમાં બેઠકવાર નફા-તોટાનો હિસાબ કિતાબ શૂ કર્યો છે.

(3:46 pm IST)