Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સોમવારે ગુજરાતમાં ૧૮ર બેઠકોની ૩૭ સ્થળો ઉપર થશે મતગણત્રીઃ ૭૦ સ્પે. ઓર્બ્ઝવર મૂકાયા

તમામ નિરિક્ષકો શનિવારે જે તે સ્થળ ઉપર પહોંચી જશેઃ રાજકોટની ૮ બેઠકની કણકોટ ખાતે

રાજકોટ તા. ૧પ :.. આગામી સોમવારને  ૧૮ મીએ ગુજરાત વિધાનસભા ૧૮ર બેઠકોની મતગણત્રી સવારે ૮ાા વાગ્યાથી  શરૂ થશે, અને તે સાથે ગુજરાતમાં કોણ રાજ કરશે તે પણ બપોરે ૧ સુધીમાં ફાઇનલ થઇ જશે.

ચૂંટણી સુત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટ સહિત રાજયભરમાં કુલ ૩૭ સ્થળો ઉપર ૧૮ર બેઠકોની મતગણત્રી થશે, રાજકોટ શહેર - જીલ્લાની ૮ વિધાનસભા બેઠકની ગણત્રી કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે થશે.અમદાવાદમાં સરકારી પોલીટેકનીક -આંબાવાડી, ગુજરાત કોલેજ તથા એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે ર૧ બેઠકોની મતગણત્રી થશે.

સુરતમાં ડો. એલ. એન્ડ એસ. એસ. ગાંધી એન્જનીયરીંગ કોલેજ, અને એસવીએન આઇટી કેન્દ્ર, આબાદમાં નલિની અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ અને બીજેવી એમ કોમર્સ કોલેજ ખાતે ગણત્રી હાથ ધરાશે.ચૂંટણી પંચે મતગણત્રી ઉપર બાદ નજર રાખવા ૭૦ જેટલા સ્પે. ઓર્બ્ઝવરોની નિયુકિત કરી છે, આ તમામ આવતીકાલે પોત પોતાના સ્થળો ઉપર પહોંચી જશે.

(9:41 pm IST)