Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

હું છું વિકાસ...કિસ મે કિતના હૈ દમ...ચૂંટણી બાદ હવે ગગનમાં પણ જામશે પીએમ મોદી-રાહુલની ટક્કર

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પુરી થઇ છે. આ ચૂંટણી મોદી વિરૂધ્‍ધ રાહુલમાં પરિણમી હતી. હવે આવતા મહિને ઉત્તરાયણ પર્વ આવી રહ્યુ છે. એ પર્વ દરમિયાન નીલ ગગનમાં ચૂંટણીનો ચિતાર આપતા અવનવા પતંગો પણ ઉડતા નજરે પડશે. હાલ પતંગ બજારમાં પતંગોની ખરીદી-વેચાણ વચ્‍ચે પીએમ મોદી અને કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીના ફોટા અને સુત્રોવાળા પતંગોની બોલબાલા જોવા મળી રહી છે. તસ્‍વીરમાં મોદી અને રાહુલને ચમકાવતી પતંગો દેખાઇ છે.

(2:48 pm IST)