Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ:108 કિલોગ્રામ ચોખા ઘીનાં ગોવર્ધન પર્વત બનાવાશે

400થી વધારે વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. :ભગવાનને નવા વસ્ત્રો તથા અલંકારો પહેરાવવામાં આવશે

અમદાવાદ : કાલે  16 નવેમ્બર 2020 એટલે નવું વર્ષ. આ ખાસ દિવસે અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ યોજાશે. રાજ્યમાં બેસતું વર્ષ ઉજવવામાં આવશે સાથે જ આ એ દિવસ છે કે, જ્યારે ભગવાન કૃષ્ણ 7 વર્ષનાં હતા ત્યારે ઇન્દ્ર દ્વારા મુસળધાર વરસાદ વરસાવામાં આવ્યો હતો. ગોકુળનાં લોકોને બચાવ માટે 7 દિવસ અને રાત ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચકી રાખ્યો હતો. જેની નીચે ગોકુલવાસિયો ઇન્દ્રનાં મુસળધાર વરસાદથી બચી શક્યા હતા.

સમગ્ર વિશ્વમાં ઇસ્કોનનાં જેટલા પણ સેન્ટર છે તેમાં આ વિશેષ દિવસે ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ તરીકે ઉજાવવામાં આવે છે. ઇસ્કોન મંદિર અમદાવાદમાં પણ અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવશે. આ વર્ષે ઈસ્કોન મંદિર અમદાવાદમાં 108 કિલોગ્રામ ચોખા ઘીનાં ગોવર્ધન પર્વત બનાવવામાં આવશે સાથે 108 કિલોગ્રામ ડ્રાય ફ્રુટ, 108 કિલોગ્રામ ફ્રુટ, ફરસાણ પણ ધરાવવામાં આવશે. તો 400થી વધારે વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. ભગવાન રાધા - ગોવિંદ, શ્રીનાથજી ગોપાલજી, રાધા-કૃષ્ણ, સીતા- રામ- લક્ષમણ ભગવાનને નવા વસ્ત્રો તથા અલંકારો પહેરાવવામાં આવશે. અને આખો ગોવર્ધન પર્વત મંદિરના ભક્તો દ્વારા બનાવામાં આવશે. આ ગોવર્ધન પર્વત બનાવવાની તૈયારી અગલા દિવસે રાત્રે ચાલુ થઇ જશે. જેમાં આખી રાત ભગવાન માટે શીરો બનાવવામાં આવશે. નવા વર્ષે સવારે 4.30 કલાકે મંગળા આરતીથી સમગ્ર કાર્યક્રમ શરૂ થશે. સવારે 11.30 સુધીમાં ગોવર્ધન બનીને તૈયાર થશે. અલગ અલગ પ્રકારનાં ડ્રાયફ્રુટ, ફ્રુટ, ફરસાણથી આખો ગોવર્ધન તૈયાર કરવામાં આવશે.

બેસતું વર્ષના દિવસે બપોરે 11.30 વાગે ગોવર્ધન પર્વતનું ઇસ્કોન મંદિરની અંદર અભિષેક કરવામાં આવશે. પછી ભગવાનને 12.15 વાગે અન્નકૂટ ધરાવવામાં આવશે ત્યારબાદ ભગવાનની આરતી કરવામાં આવશે. ગોવર્ધન પર્વતમાં રહેલી પ્રસાદીને ભક્તો વચ્ચે વહેંચી દેવામાં આવશે

(11:19 pm IST)