Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

અમદાવાદમાં દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા માણવી ભારે પડી : પ્રદુષણમાં વધારો : અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ખરાબ

વાયુ પ્રદુષણનું પ્રમાણ વધતા બાળકો, વૃધ્ધો : અસ્થમાના અને કોરોના દર્દીઓ માટે જોખમી

અમદાવાદ : : અમદાવાદમાં દિવાળીમાં ફટાકડા ફોડવાની મજાએ પ્રદુષણમાં વધારો કર્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ફટાકડાને કારણે 100ને પાર પહોંચ્યો છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ, જેમાં અમદાવાદના વિવધ વિસ્તારો જેવાકે બોપલ સહિતના વિસ્તારોમાં એર ક્વોલિટી ખરાબ રહી હતી.

બીજી તરફ શહેરના ચાંદખેડા..પીરાણા..સેટેલાઇટ..રખિયાલ..રાયખડ.. અને એરપોર્ટ સહિતના વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ રહ્યો હતો. વાયુ પ્રદુષણનું પ્રમાણ વધતા બાળકો, વૃધ્ધો..અસ્થમાના અને કોરોના દર્દીઓ માટે ઘાતક બની શકે છે. એક્યૂઆઇની વાત કરીએ તો બોપલમાં ૧૧૦.. પીરાણામાં સૌથી વધુ ર૦૪.. ચાંદખેડામા ૧૩૭… નવરંગપુરામાં ૧૦૪… રખિયાલમાં.. ૧૬૦ એક્યુઆઇ રહ્યુ છે. તો સેટેલાઇટમાં ૧૧૩ એક્યૂઆઇ પહોંચ્યો હતો

(1:30 pm IST)