Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વડોદરાની આજવા ચોકડી નજીક સ્કૂટર લઈને જતા શખ્સને ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

વડોદરા: હાઇવે આજવા ચોકડી પાસેથી સ્કૂટર લઇને જતા ટ્રક મિકેનિકને એક ટ્રકચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા.અને ટ્રકના તોતિંગ પૈંડા તેમના માથા  પર ફરી વળતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજવારોડ શ્રી હરિ ટાઉનશિપમાં રહેતા કિરણભાઇ રમણલાલ શાહ (ઉ.વ.૫૫) મેહુલ રોડ લાઇન્સમાં ટ્રકોના મેન્ટેનન્સનું કામ કરે છે.ગતરાતે કામ પતાવીને સ્કૂટર લઇને તેઓ ઘર ેપરત આવતા હતા.રાતે પોણા આઠ વાગ્યે એક ટ્રકચાલકે સ્કૂટરને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા.ટ્રકના તોતિંગ પૈંડા તેમના માથા  પર ફરી વળતા તેમનું માથુ ફાટી જતા સ્થળ પર જ તેમનું મોત થયુ હતુ.જે અંગે બાપોદ  પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.

 

(5:44 pm IST)