Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મોડાસા તાલુકાના ગાજણ નજીક બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોડાસા:તાલુકાના ગાજણ ગામથી સ્ટેન્ડ તરફ પેટ્રોલ ભરાવી પરત ફરી રહેલા ચાલકની બાઈક સાથે અન્ય બાઈક ચાલકે પોતાના કબ્જાની બાઈક પુરવેગે અને બેફામ રીતે હંકારી ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં ગાજણ ગામના બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.જયારે જે બાઈકના ચાલકે આ અકસ્માત સર્જયો હતો.તેને તેમજ અન્ય સવારને ગંભીર ઈજાઓ પહોંચતાં મોડાસા સારવાર અર્થે ખસેડાયા હતા.

ગાજણ ગામે પરીવાર સાથે રહેતા અને ખેતીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવી રહેલા ખેડૂત તખતસિંહ વાઘેલાનો સૌથી નાનો ૧૮ વર્ષિય પુત્ર ધર્મેન્દ્રસિંહ ગત બુધવારના રોજ તેમના કૌટુંબિક કાકાનું બાઈક લઈ નવરાત્રી જોવા ગયો હતો.પરંતુ આ યુવક જયારે બાઈકમાં પેટ્રોલ પુરાવવા ગાજણ ગામથી સ્ટેન્ડ તરફ જઈ પરત ગામે ફરી રહયો હતો. ત્યારે માર્ગ ઉપર ગાજણ ગામ તરફથી પુરઝડપે હંકારાઈ રહેલ ડિસ્કવર બાઈકના ચાલકે આ મોટર સાયકલને અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં બાઈકની જોરદાર ટક્કરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૧૮ રહે.ગાજણ) નાઓને મોઢે અને માથા સહિતના ભાગે પહોંચેલી  ગંભીર ઈજાઓને લઈ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. 

જયારે આ અકસ્મા સર્જનાર બાઈકના ચાલક અને આ બાઈક ઉપર સવારને ગંભીર ઈજાઓ પહોંચતાં ઈમરજન્સી સેવા ૧૦૮ દ્વારા મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.ઘટના સ્થળે અકસ્માતમાં મોતને ભેટનાર યુવકના ભાઈ મનોજસિંહ તખતસિંહ વાઘેલા રહે.ગાજણ નાઓએ નોંધાવેલ ફરીયાદના આધારે મોડાસા રૂરલ પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(5:34 pm IST)