Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ગુજરાતનો સાહિત્યિક વારસો અણમોલ અને અદ્ભૂતઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

દિપોત્સવી અંકનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

ગાંધીનગર, તા. ૧૫ :. રાજ્યના સૂચના વિભાગ દ્વારા પ્રકાશીત ગુજરાત દિપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૭નું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવેલ કે ગુજરાતની સાહિત્યીક વિરાસત અનમોલ અને અદ્વિતીય છે. ગુજરાતની તાકાત અને ઉત્કંઠતા દિપોત્સવી અંકના માધ્યમથી ઉજાગર થાય છે.

વધુમાં તેમણે જણાવેલ કે લબ્ધ પ્રતિષ્ઠીત ગુજરાતી સાહીત્યકારોના ચુંટેલા લેખોથી ભરપુર ગુજરાત દિપોત્સવી અંક પાઠકો માટે દર વર્ષે યાદગાર બની રહે છે. મુખ્યમંત્રીના મુખ્ય પ્રધાન સચીવો શ્રી કૈલાશનાથને જણાવેલ કે ગુજરાત દિપોત્સવી અંક ગુજરાતી વાંચકોમાં ખૂબ જ લોકપ્રીય પ્રકાશન છે. સચીવ અવંતિકા સિંહે અંક અંગે સંક્ષિપ્ત માહિતી આપેલ.

દિપોત્સવ અંક અંગે જાણકારી આપતા સૂચના નિર્દેશક ડી.પી. દેસાઈએ જણાવેલ કે લબ્ધ પ્રતિષ્ઠીત ચિંતકોની કલમથી ૩૧ અભ્યાસ લેખ, ૩૨ ઉપન્યાસ, ૧૯ વ્યંગ રચનાઓ, ૧૦ નાટક અને ૯૯ કાવ્ય રચનાઓથી સુસજ્જીત દિપોત્સવી અંક દિવાળીના તહેવારોમાં પાઠકો માટે ઉત્તમ પઠન સામગ્રી બની રહેશે. પ્રસિદ્ધ ચિત્રકારો અને ફોટોગ્રાફરોના ચિત્રો તથા ફોટાઓથી અંકને આકર્ષક બનાવાયો છે.

(3:38 pm IST)