Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તથા જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા શસ્ત્ર પૂજન

રાજકોટ, તા.૧૫:  વિજયાદશમી પર્વ અંતર્ગત ગુજરાત ભરમાં શસ્ત્ર પૂજનવિધિ યોજવામાં આવી હતી. અમદાવાદ પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટરમાં પણ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તથા જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી દ્વારા કરવામાં આવેલ.                                 

 ઉકત બન્ને અધિકારીઓ દ્વારા વિજયા દશમી તહેવાર અને શસ્ત્ર પૂજનના મહિમા વિશે ખુબજ ટુંકમાં રસપ્રદ શૈલીમાં ઉપસ્થિત પોલીસ સ્ટાફને સંબોધન કરતા જણાવ્યું હતું. ઉકત પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

(3:14 pm IST)