Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ધીરૂભાઇ ગજેરાની સેવા ભાવનાને બીરદાવતા સી.આર.પાટીલ : જન્મદિનની ઉજવણી

રાજકોટ : સુરતના પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરૂભાઇ ગજેરાના ૬૯માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગઇકાલે સુરતમાં રકતદાન શિબિર યોજાયેલ. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલએ ધીરૂભાઇની સેવા ભાવનાને બીરદાવી જણાવેલ કે, ભાજપના કાર્યકરો પોતાના જન્મદિનની સેવા કાર્ય કરી ઉજવણી કરે છે. અન્ય પાર્ટીઓથી તે અલગ પડે છે. પાર્ટી વીથ ડીફરન્સનું આ જવલંત ઉદાહરણ છે. કાર્યક્રમમાં વસંતભાઇ ગજેરા, કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ, મેયર હેમાલીબેન બોધાવાલા, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેર અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:14 pm IST)