Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અમદાવાદના શિવરંજનીમાં કારે સર્જ્યો અકસ્માત : કાર BRTS કોરિડોરમાં ઘુસી: કાર ચાલક ઇજાગ્રસ્ત

અકસ્માતમાં પૂરઝડપે દોડતી I20 કારનો કચ્ચરધાણ નીકળી ગયો

અમદાવાદના શિવરંજની રોડ ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. એક કારચાલક પૂરઝડપે કાર ચાલક BRTS કોરિડોરમાં ઘૂસી ગયો હતો. જોકે, અકસ્માતની આ ઘટનામાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો છે.

મળતી માહિતી અનુસાર,શિવરંજની રોડ પર એક I20 કાર પસાર થઈ હતી. આ કારનો ચાલકે એટલી સ્પીડમાં ગાડી હંકારી હતી, કે કારનો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી કાર BRTS કોરિડોરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો, તો કારચાલકને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કારચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે

(12:22 pm IST)