Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

કેવડીયામાં પ્રેમ લગ્ન કરી આવેલી યુવતી સાથે માતા પિતા સંબંધ ન રાખતા ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ગરડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીમાં આવેલી યશનંદ કંપનીના કમ્પાઉન્ડમા પરણિત યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મરનાર નીશા કુમારી રતાંસ શાહ (ઉ.વ.૧૯) એ સુરજકુમાર ભુમી કામત સાથે છ માસ પહેલા તા.૨૨/૦૪/૨૦૨૧ ના રોજ મંદીરમા પ્રેમ લગ્ન કર્યા હતા જેથી નીશા કુમારીના મમ્મી પપ્પા તેનાથી નારાજ રહેતા હોઇ નીશા કુમારી તેની મમ્મી પપ્પાને ફોન કરતા તેઓ ફોનમા વાત કરતા ન હતા જેના લીધે મરનાર ટેન્શનમા રહેતી હોય આખરે નીશા કુમારીએ કંટાળીને તા. 13મી ઓક્ટોમ્બરે તેના રૂમમા લોખંડની એંગલ ઉપર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા કેવડીયા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(12:10 pm IST)