Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

વડોદરામાં ચોમાસા દરમ્યાન રેસકોર્સ નજીક ભુવો પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી

વડોદરા:શહેરમાં ચોમાસા દરમિયાન કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની કોલ અવારનવાર ખુલી રહી છે. શહેરમાં ઠેર- ઠેર ભૂવા પડી રહ્યા છે ત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે ડ્રેનેજની કામગીરી થયા બાદ રોડ બનાવવામાં આવ્યો હતો. કામગીરીમાં હલકી કક્ષાની કામગીરી થઇ હોવાનું બહાર આવ્યું છે. આજે વહેલી સવારે એક ખાનગી લક્સરી બસ ભુવામાં ગરકાવ થઈ ગઈ હતી. ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીને લઈ જવા માટે ઊભેલી બસ ચકલી સર્કલ પાસે અચાનક ખાડામાં ખાબકી હતી.

(5:10 pm IST)