Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ધો.૧૨ સાયન્સ પૂરક પરીક્ષાનું ૯.૨૬% પરિણામ

શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૧૯,૭૨૪માંથી ૧,૮૨૬ છાત્રો ઉતીર્ણ

રાજકોટ, તા. ૧૫ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયુ છે.

ધો.૧૨ સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ માત્ર ૯.૨૬% આવ્યુ છે. સમગ્ર ગુજરાત રાજયમાં કુલ ૧૯,૭૨૪ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. જેમાંથી ૧,૮૨૬ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

રાજયમાં કોરોનાની સ્થિતિમાં આ વર્ષે પૂરક પરીક્ષા બે માસ મોડી લેવાયેલ.

પૂરક પરીક્ષામાં ૧,૮૨૬ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાના પાત્ર થાય છે. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓનું એ ગ્રુપનું પરિણામ ૧૨.૨૯%, બી ગ્રુપનું ૭.૫૨% તેમજ વિદ્યાર્થીનીઓનું પરિણામ એ ગ્રુપમાં ૧૬.૮૪% અને બી ગ્રુપનું ૮.૮૦% આવ્યુ છે.

(12:02 pm IST)